મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કોરોનાની મહિલા દર્દી સાથે મહા ભયાનક દુષ્કૃત્ય ગુજારાયુ: ૨૪ કલાકમાં છેલ્લા શ્વાસ લીધા: હાહાકાર

મધ્યપ્રદેશના ભોપાલ ખાતેની સરકારી હોસ્પિટલમાં ૪૫ વર્ષની કોરોનાથી પીડાતી મહિલા ઉપર ૨૫ વર્ષના પુરુષ નર્સે બળાત્કાર ગુજારતા ૨૪  કલાકમાં તેનું મૃત્યુ નીપજયું હતું. અગાઉ દારૂ પીવામાં સસ્પેન્ડ થયેલા આ નરાધમેં પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યાની જાણ આ મહિલાએ સ્ટાફને કર્યા પછી તરત જ તેની સ્થિતિ બગડી હતી અને તેને વેન્ટીલેટર ઉપર લેવી પડી હતી.  તેણે સમગ્ર ઘટના સારવાર કરી રહેલા ડોક્ટરને જણાવી હતી. ૧૯૮૪ માં ભોપાલ ગેસ દુર્ઘટના બની તેમાં આ મહિલા ઊગરી ગઈ હતી. સમગ્ર મધ્ય પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે.

(4:54 pm IST)