મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

ચિત્રકૂટ જેલમાં ફાયરીંગઃ બાહુબલી ધારાસભ્ય મુખ્તારના સાગરિત સહિત બેની હત્યાઃ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટરનું થયું મોત

ચિત્રકુટ, તા.૧૪: ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ જેલમાં ફાયરિંગ થયું છે. જણાવાઈ રહ્યું છે કે આ ફાયરિંગ બેજૂથોની વચ્ચે થયું ચે. ફાયરિંગમાં જેલની અંદર બે બદમાશોની હત્યા કરાઈ છે. મરાઈ ગયેલો એક સભ્ય બાહુબલી વિધાયક મુખ્તાર અંસારીની નજીક હતો. હત્યા કરનારા ગેંગસ્ટરને જિલ્લા પોલિસે એન્કાઉનટરમાં મારી પાડ્યો છે. જેલની અંદર પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

સૂત્રો મુજબ હાલમાં સુલતાનપુર જેલથી ચિત્રકૂટ જેલમાં શિફ્ટ કરાયેલા પૂર્વાંચલના મોટા ગેંગસ્ટર અંશુ દિક્ષિતે શુક્રવારે બપોરે ફાયરિંગ કર્યં છે. આ ફાયરિંગમાં ચિત્રકૂટ જેલમાં બંધ મુકીમ કાલા અને મેરાજની હત્યા થયાના સમાચાર છે. મુકીમ કાલા પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ઈનામી ગેંગસ્ટર હતો. તો મેરાજનો બાહુબલી વિધાયક મુકતાર અંસારીની ખૂબજ નજીકી મનાય છે.

મેરાજ મુન્ના બજરંગી ગેંગનો સક્રિય સભ્ય માનવામાં આવે છે. ગત ૩ સપ્ટેમ્બર ૨૦૨૦માં જૈતપુરા થાણામાં મેરાજની વિરુદ્ઘ નવા ખોટા શસ્ત્ર લાઈસન્સનો ગુનો દાખલ કરાયો હતો. પહેલામેરાજ ફરાર થયો પછીથી તેને વારાણસીથી આત્મસમર્પણ કર્યું હતું.

મુકિમ કાલા ગૈંગને સહારનપુરની તનિષ્ક જવેલેરી શો રુમમાં મોટી ચોરી કરી હતી. જેમાં બે સગા ભાઈઓની હત્યા કરી હતી. તે પછી ઓકટોબર ૨૦૧૫માં તેને એસટીએફે મુકિમ કાલાની ધરપકડ કરી હતી.

(3:42 pm IST)