મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

બેંક કામદારોનું DA ૭ સ્લેબ ઘટશે

મે-જુન -જુલાઇ માટેના સમયગાળના માટે

મુંબઇ,તા. ૧૪: જાહેર ક્ષેત્રની બેંકો (PSB)નાં લગભગ ૮.૫ાૃક્ન– કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવામાં આવ્યું છે. આ DA મે, જૂન અને જુલાઈ ૨૦૨૧ માટે છે. ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA) એ તેની જાહેરાત કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે કેન્દ્ર સરકારનાં ૫૨ લાખથી વધુ કર્મચારીઓ હજી પણ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કોવિડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમનું મોંઘવારી ભથ્થું બંધ કરી દીધું છે.

ઓલ ઇન્ડિયા એવરેજ કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ AIACPIનાં આંકડા બહાર આવ્યા પછી ઇન્ડિયન બેંકસ એસોસિએશન (IBA) એ આ જાહેરાત કરી છે. આ વખતે બેંક કર્મચારીઓનાં મોંદ્યવારી ભથ્થામાં ૭ સ્લેબનો ઘટાડો થયો છે.

IBA નાં જણાવ્યા અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની AIACPI સરેરાશ ૭૮૧૮.૫૧ છે. તેનાથી DA Slab ૩૬૭ (૭૮૧૮.૫૧ – ૬૩૫૨ = ૧૪૬૬.૫૧/૪= ૩૬૭ Slabs) બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માટે DA ૩૭૪ Slabs હતો. તેમાં ૭ Slabs ઘટાડો થયો છે. તેથી, આ વખતે DAની ગણતરી બેઝિક પેના ૨૫.૬૯% થયો છે. જે પાછલા ત્રિમાસિક કરતા લગભગ ૦.૪૯% ઓછું છે.

ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે ઓકટોબર ૨૦૨૦ માં AIACPI વધીને ૭૮૫૫.૭૬ પર પહોંચી ગઇ હતી. બાદમાં, તેમાં વધારો નોંધવામાં આવ્યો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તે અનુક્રમે ૭૮૮૨.૦૬ અને ૭૮૦૯.૭૪ થઇ ગઇ.

(10:13 am IST)