મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

મહિનામાં સાત દિવસ બહાર જમે છે ભારતીયોઃ ખાવાનું ઓર્ડર કરનારી ૮૬ ટકા પત્નીઓ

નેશનલ રેસ્ટોરાં એસીસીએશન ઓફ ઇન્ડિયાના સર્વેમાં ત્રણ ટકા લોકો રોજ બહાર જમે છે

નવી દિલ્હી તા. ૧૪: બદલાતી આર્થિક પરિસ્થિતિની સાથેસાથે નવું ભારત પણ બદલાઇ રહ્યું છે. લોકો પાસે ઘરમાં જમવાનો સમય નથી. આ જ કારણ છે કે લોકો મહિનામાં સાત દિવસ બહાર જમે છે અથવા ઘરે બેસીને મોબાઇલ પર પોતાની પસંદગીનું ખાવાનું ઓર્ડર કરે છે. ખર્ચ કરવા લાયક પૈસા હોવાના કારણે ગ્રાહકો મહિનામાં સરેરાશ રપ૦૦ રૂપિયા બહારના ખાવા પર ખર્ચે છે. આ માટે તેઓ સાત વાર રેસ્ટોરાં કે કેફે જાય છે.

નેશનલ રેસ્ટોરન્ટ એસોસીયેશન ઓફ ઇન્િ૯યા દ્વારા ર૪ શહેરમાં કરાયેલા સર્વેમાં ભારતીયોની ખાણીપીણીનો આ અંદાજ સામે આવ્યો છે. બહાર ખાનારા લોકોની પ્રાથમિકતા ઇન્કમ વધવાનું સીધું પરિણામ છે. જયારે ૪૪ ટકા લોધો મહિનામાં બે થી ત્રણ વાર બહાર જમે છે. ર૭ ટકા લોકો એવા પણ છે જે દર અઠવાડિયે બહાર ખાય છે.

આ બાબતમાં ૩૭ ટકા મહિલાઓ અને ૬૩ ટકા પુરૂષો હોય છે. બહારનું ખાવાનું ખાવા માટે હવે ઘરથી બહાર જવાની જરૂર પણ પુરી થઇ ગઇ છે. સ્વીગી અને ઝોમેટો જેવી કંપનીઓએ જબરદસ્ત કમાણી કરી છે. ઝોમેટોને દર મહિને બે કરોડ દશ લાખ ઓર્ડર મળવાનો દાવો કરાયો છે.

સ્વીગીનું કહેવું છે કે તેને દર મહિને બે કરોડ ઓર્ડર મળી રહ્યા છે. દરેક ઓર્ડર સરેરાશ ૩૦૦ રૂપિયાનો હોય છે. ૯૦ ટકા લોકો બહાર ખાવાની ચુકવણી કેશમાં કરે છે, જયારે ૧૦ ટકા મીલ વાઉચર, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, મોબાઇલ વોલેટથી પેમેન્ટ કરે છે. ૭પ ટકા લોકો બહાર ખાવા જાતે જવાનું પસંદ કરે છે. જયારે ૧૧ ટકા ફૂડ ડિલિવરીનો ઓર્ડર કરે છે. ૧૪ ટકા લોકો જમવાનું સાથે લઇ જાય છે. સર્વેમાં ૧૩૦ રેસ્ટોરાંના સીઇઓ અને ૩પ૦૦ ગ્રાહકો અને ૩પ૦૦ ગ્રાહકો સાથે વાત કરાઇ હતી.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે પતિ-પત્ની સાથે બહાર જમવા જાય તો ૮૬ ટકા કેસમાં ખાવાનો ઓર્ડર પત્ની આપે છે. પરિવાર સાથે હોય તો ૭૮ બાળકોનું ચાલે છે. દોસ્ત સાથે જમવા જતા હોય તો બિલ આપનારનું ચાલે છે.

(3:40 pm IST)