મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં મોટી રાહત : પેટ્રોલ ૩૦ પૈસા અને ડીઝલ ૧૩ પૈસા સસ્તુ

નવીદિલ્હી,તા.૧૪: અમેરિકાના દ્વારા ચીનને સતત શુલ્ક વધારવામાં આપવામાં આવી રહેલી ધમકી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ચાલુ છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવ્યો. મંગળવારએ સવારે રાજધાનીમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૧૨ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો. આ પહેલાં સોમવારે પેટ્રોલમાં ૩૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ડીઝલ ૧૩ પૈસા સસ્તુ થયું હતું. ગત છ દિવસમાં પેટ્રોલમાં ૧.૮૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૦ પૈસા સસ્તુ થયું છે.

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલ રૂપિયા ૭૧.૧૮ અને ડીઝલ રૂપિયા ૬૫.૮૬,મુંબઇમાં પેટ્રોલ રૂપિયા ૭૬.૭૭         અને ડીઝલ રૂપિયા ૬૮.૯૮,કલકત્તા પેટ્રોલ રૂપિયા ૭૩.૨૩ ડીઝલ,રૂપિયા ૬૭.૫૯,ચેન્નઇ  પેટ્રોલ રૂપિયા ૭૩.૮૫ ડીઝલ રૂપિયા ૬૯.૫૯,નોઇડા પેટ્રોલ રૂપિયા ૭૦.૮૯  ડીઝલ રૂપિયા ૬૫.૦૨,ગુરૂગ્રામ પેટ્રોલ રૂપિયા ૭૧.૪૦       અને ડીઝલના રૂપિયા ૬૫.૧૦ રહ્યાં છે

એ યાદ રહે કે મંગળવારે દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના રેટ ક્રમશઃ ૭૧.૧૮ રૂપિયા, ૭૬.૭૭ રૂપિયા, ૭૩.૨૩ રૂપિયા અને ૭૩.૮૫ રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ક્રમશઃ ૬૫.૮૬ રૂપિયા, ૬૮.૯૮ રૂપિયા, ૬૭.૫૯ રૂપિયા અને ૬૯.૫૯ના સ્તર પર જોવા મળ્યા. એનસીઆરમં ગુરૂગ્રામમાં પેટ્રોલ ૭૧.૪૦ રૂપિયા અને નોઇડામાં ૭૦.૮૯ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

સ્થાનિક ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવી દરો સવારે ૬ વાગ્યાથી પેટ્રોલ પંપો પર પ્રભાવી થઇ જાય છે. ઓઇલ કંપનીઓ વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતોના આધાર પર ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે ૧૫ દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયા અને ડોલરના વિનિમય દરથી ઓઇલની કિંમતો પ્રભાવિત થાય છે.

(3:29 pm IST)