મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

ચીનથી પણ આગળ નિકળી જશે ભારત

ખુશખબરીઃ ૨૦૨૦માં ભારતીય અર્થવ્યવસ્થા આકાશને આંબશે

ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ઘિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે

નવી દિલ્હી, તા.૧૪: ભારતીય અર્થવ્યવસ્થા હાલના નાણાકીય વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ઘિ કરશે. તેના પર બેંકરપ્સી કાનૂનો, જીએસટી, બનાવટી કંપનીઓ પર કાર્યવાહી અને ગત પાંચ વર્ષોમાં અપનાવવામાં આવેલા રાજકોષીય વિવેક જેવા મજબૂત માળખાકીય સુધારાની અસર થશે. આ વાત મુખ્ય સલાહકાર (સીઇએ) કૃષ્ણમૂર્તિ વી.સુબ્રહ્મણ્યમે સોમવારે જણાવી. સુબ્રહ્મ ણ્યમે વિશેષ વાતચીતમાં કહ્યું કે આ ઉપાયોની અસર હાલની આર્થિક સુસ્તીનું સ્થાન ધીમે-ધીમે ઉચ્ચ રોકાણ અને વપરાશ લઇ લેશે.

સુબ્રહ્મ ણ્યમે કહ્યું ''અમે સાત ટકા વૃદ્ઘિ દરના પોતાના અનુમાનને જાળવી રાખીશું. કરવામાં આવેલા સુધારાઓની અસર જોવા મળશે. ભારત ચીનથી આગળ નિકળીને સૌથી ઝડપી વૃદ્ઘિ કરનાર અર્થવ્યવસ્થા બનાવવામાં સક્ષમ હશે.''

એશિયન ડેવલોપમેંટ બેંક (એડીબી) ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) અને આંતરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ)એ ભારતનો જીડીપી દરના ૨૦૧૯-૨૦ માટે અનુમાન ૭.૩ ટકા રજૂ કરવામાં આવ્યો છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ઘિ દર ડિસેમ્બરની ત્રિમાસિક ૬.૬ ટકા હતી, જે પાંચ ત્રિમાસિકોમાંથી સૌથી વધુ છે.  તેના લીધે સરકારના સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસે ગત મહિને ૨૦૧૮-૧૯ના અનુમાનને ૭.૨ ટકાથી ઘટીને સાત ટકા કરી દીધો.

સીઇએ કહ્યું કે આર્થિક વૃદ્ઘિ પર રોકાણને ઘણી અસર થશે અને ચૂંટણી વર્ષના લીધે ઉદ્યોગ જગતના રાહ જુએ અને જુઓની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની પાસે વિકાસ કરવાની ક્ષમતા છે અને ઉપભોગ ૮૦ ટકાથી નીચે જતો રહ્યો, જેના લીધે રોકાણમાં દ્યટાડો થયો છે. સુબ્રહ્મણ્યમના અનુસાર, ગત પાંચ વર્ષોમાં ઘણા માળાકીય સુધાર થયા છે, જેનું પરિણામ થોડા સમય બાદ દેખાવવા લાગશે.

(3:27 pm IST)