હું હંમેશા આવી રીતે તૈયાર થઇ ઓફિસે જાવ છું ;સોશ્યલ મીડિયામાં ખુબ છવાયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રિના દ્રિવેદીએ કર્યા ખુલાસા
લખનૌથી રહેવાસી રિના કહે છે લોકો મારી સાથે સેલ્ફી લઇ રહ્યા છે :દૂર દૂર થી ફોન આવે છે
લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશની પીળી સાડી પહેરેલ એક મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર તેની સુંદરતા ઉપરાંત મતદાનની ટકાવારી વધારવા માટે પણ ધન્યવાદ આપવા લાગ્યા હતા. મતદાન પછી આ મહિલા અધિકારી મીડિયા સમક્ષ ખુલાસા કર્યા હતા
પીળી સાડી વાળી મહિલા અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. રીના લખનઉની રહેવાસી છે અને લખનઉમાં જ પીડબલ્યુડી વિભાગમાં કામ કરે છે. જે તસવીર શેર થઈ રહી છે તે પણ લખનઉની છે.
રીનાએ જણાવ્યું હતું કે તે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની રહેવાસી છે અને હાલ લખનઉમાં રહે છે. હું સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે હું મિસ જયપુર રહી નથી અને આવી કોઈ સ્પર્ધામાં પણ ભાગ લીધો નથી.
રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી રીતે તૈયાર થઈને જ ઓફિસ જાય છે. યંગ જનરેશન જૂના રિવાજો તોડી રહી છે. હું પારિવારિક વેશભૂષામાં મતદાન કરવા ગઈ હતી. મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી હતી.