મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

પીએમ મોદીની ખાન માર્કેટ ગેંગનો ઉલ્લેખથી નવો વિવાદ ;વેપારીઓને લાગ્યું માઠું

ખાન માર્કેટ ટ્રેડર્સ એસો,એ કહ્યું તમામ સભ્યો સાથે બેઠક બાદ કોઈ નિર્ણય કરશું :પ્રધાનમંત્રી સમક્ષ અમારી બાબત જરૂરથી રજૂ કરીશુ.

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ તાજેતરના એક ઇંટરવ્યૂમાં ખાન માર્કેટ ગેંગનો ઉલ્લેખ કરતા ત્યાંના વેપારીઓને માઠું લાગતા પીએમની ટીકા કરી છે દેશના સૌથી મોંઘા બજાર અને એલીટ બાયર્સનું ફેવરિટ સ્થાન ગણાતા ખાન માર્કેટને આવા ટેગની મોદી પાસે અપેક્ષા નહોતી.

  મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધવા ખાન માર્કેટ ગેંગ ટેગના ઉલ્લેખ કરતા ત્યાંના ટ્રેડર્સ મોદીથી નાખુશ થયા. જો કે વેપારીઓ પીએમની મંશા પર કોઇ સવાલ નથી ઉઠાવતા, પરંતુ આ પ્રકારના ઉલ્લેખથી માર્કેટમાં એક ખોટી ધારણા જરૂરથી બંધાશે તેવું તેમનું માનવું છે.

  પ્રધાનમંત્રીના આ ઇંટરવ્યૂમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે મોદીની છબિ ખાન માર્કેટ ગેંગ અથવા લુટિયંસ દિલ્હીએ બનાવી નથી. તે 45 વર્ષોની મહેનત બાદ બની છે. તમે સરળતાથી તેને ધ્વસ્ત કરી નહી શકો. ઇંટરવ્યુમાં કહેલ આ પ્રકારની વાતથી સોશિયલ મીડિયામાં પણ ખાન માર્કેટ હાંસિપાત્ર બનતું જોવા મળ્યું. ટ્રેડર્સે આ ખાન માર્કેટ ગેંગ શબ્દ સામે અણગમો વ્યક્ત કર્યો છે.

  ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ સંજીવ મેહરાએ કહ્યું કે અમે આ મુદ્દે તમામ સભ્યો સાથે બેઠક કરી ચર્ચા બાદ કોઈ નિર્ણય લઈશું. પરંતુ આ ટેગ પર પ્રધાનમંત્રી સમક્ષ અમે અમારી બાબત જરૂરથી રજૂ કરીશુ.

  પ્રધાનમંત્રીએ કરેલ આ ટિપ્પણીથી દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત રિટેલ લોકેશંસમાં શુમાર માર્કેટની ઇમેજ ખરડાશે. સોશિયલ મીડિયામાં પણ આ ટેગને લઈને મજાક ઉડાવવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રવકતા સંજય ઝા પણ બાકાત ન રહેતા મોદી પર નિશાન સાધતા કહ્યું કે બની શકે કે મોદીને ખાન માર્કેટ નામ જ પસંદ ના હોય. પસંદ ના હોય તો તેનું નામ બદલી શકે છે.

(12:00 am IST)