મુખ્ય સમાચાર
News of Monday, 14th May 2018

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં આંધી-તોફાને કહેર વરસાવ્યો :20ના મોત :

નવી દિલ્હી :દિલ્હી-NCRમાં ધૂળથી ભરેલી આંધી આવવાથી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો જોતજોતામાં જ અજવાળું અંધારામાં ફેરવાઇ જાય છે. તેજ પવનને લઇને રસ્તા પર ચાલનારા લોકોને પણ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ દિલ્હીમાં ખરાબ વાતાવરણની સ્થિતિને જોતાં શ્રીનગરથી દિલ્હી આવનારી ફ્લાઇટોને અમૃતસર લઇ જવામાં આવી.

      ઉત્તર ભારતમાં અત્યાર સુધી 20 લોકોનાં મોત થયા હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. દિલ્હી-NCRમાં તોફાનનાં કારણે અત્યાર સુધી 5 લોકોનાં મોત થયાં તેમજ 50 લોકો ઘાયલ થયાં હોવાનાં સમાચાર સામે આવ્યાં છે.

   ગ્રેટર નોએડામાં એક મહિલાનું મોત, ગાજિયાબાદનાં લાલકુંઆમાં 2 લોકોનાં મોત અને દિલ્હીનાં જેતપુરમાં એક શખ્સનું મોત તેમજ દિલ્હીનાં પાંડવનગરમાં એક મહિલાનું મોત થયાં હોવાનાં સમાચાર સામે આવ્યાં છે.

   યૂપીમાં 9 લોકોનાં મોત થયાં છે અને 28 લોકો ઘાયલ થયાં છે. આંધ્રપ્રદેશમાં સાત લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ બંગાળમાં 4 લોકોનાં મોત થયાં છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર 189 વૃક્ષો પણ નીચે પડી ગયાં છે. તેમજ ઝડપી ફુંકાતા પવનને લઇને 40 વિજળીનાં થાંભલા પણ નીચે પડ્યાં હોવાનાં સમાચાર સામે આવ્યાં છે.

    દિલ્હીનાં પાંડવનગરમાં વૃક્ષ પડવાંથી એક મહિલાનું મોત થયું હોવાનાં પણ સમાચાર સામે આવ્યાં

(12:00 am IST)