મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

લોકડાઉનમાં નોકરી ગઈ તો પતિ બની ગયો જિગોલો!: લેપટોપમાં નગ્ન ફોટાઓ જોતા પત્નિએ માંગ્યા છુટાછેડા

બેંગલોર, તા.૧૪: બેંગ્લુરુમાં એક મહિલાને જયારે ખબર પડી કે તેના પતિએ એસ્કોર્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ છે તો તેણે તેના પતિને ડિવોર્સ આપવાની અરજી કરી નાખી. તેનો પતિ શહેરમાં જિગોલો તરીકે ઓળખાતો હતો. લોકડાઉનના કારણે બીપીઓની નોકરી ગુમાવ્યા બાદ પતિએ આ વ્યવસાયમાં ડગ માંડ્યા હતા. જિગોલોનો અર્થ થાય છે પુરુષ એસ્કોર્ટ અથવા તો કોલ બોય, જેમ કોલ ગર્લ હોય છે તે રીતે. 

વાત જાણે એમ છે કે ૨૪ વર્ષની મહિલાની મુલાકાત જોબ દરમિયાન આ વ્યકિત સાથે થઈ અને થોડા સમય પછી ૨૦૧૭ના મધ્યમાં બીપીઓની ઓફિસ કેન્ટીનમાં લગ્ન કરી લીધા. કોવિડ-૧૯ના કારણે જયારે લોકડાઉન લાગુ કરાયું તો અનેક લોકોની જેમ તેના ૨૭ વર્ષના પતિએ પણ નોકરી ગુમાવી અને કામની શોધ શરૂ કરી.   થોડા સમય બાદ પત્નીને પતિનો વ્યવહાર અસામાન્ય જોવા મળ્યો. પતિ બસ લેપટોપ અને ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. પતિએ એવી એવી જગ્યાઓ પર જવા લાગ્યો કે જેના વિશે તે પત્નીને કશું જ સ્પષ્ટપણે બતાવતો નહતો.

નવેમ્બરના મધ્યમાં જયારે પત્નીને આ બધી વસ્તુઓ શંકાસ્પદ લાગી તો તેણે ભાઈની મદદ લીધી. ભાઈએ પતિનું લેપટોપ ખોલ્યું તો તેમાં એક સીક્રેટ ફોલ્ડર જોવા મળ્યું. જેમાં પતિની અનેક નગ્ન તસવીરો હતી અને તેની પાસે અર્ધ નગ્ન મહિલાઓની સેલ્ફી પણ હતી.

ત્યારે ખબર પડી કે તેનો પતિ એક પુરુષ એસ્કોર્ટ તરીકે ૩૦૦૦  રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા પ્રતિ કલાક પ્રમાણે કામ કરતો હતો અને શહેરમાં તેના અનેક ગ્રાહક પણ હતા. પહેલા તો પતિએ આ વાતનો ઈન્કાર કરી દીધો કે તે જિગોલો છે. પરંતુ જયારે પત્નીએ પોતાના મિત્રોની મદદથી મલ્લેશ્વરમ પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પલાઈન પર પહોંચી તો પતિએ આખરે સ્વીકારી લીધુ કે તે જિગોલો બની ગયો છે.  

પતિ હવે આ કામ છોડવા માટે તૈયાર હતો અને યોગ્ય રીતે કામ કરવા લાગ્યો હતો પરંતુ પત્ની એ વાત પર અડી હતી કે તે તેને છોડવા માંગે છે. દંપત્તિએ હવે શહેરની કોર્ટમાં પરસ્પર સહમતિથી ડિવોર્સની અરજી દાખલ કરી છે.

(3:43 pm IST)