મુખ્ય સમાચાર
News of Wednesday, 14th April 2021

સરકારી તંત્રની ગેરવ્યવસ્થા અને નવા સ્ટ્રેઇનના સંક્રમણથી ઘાતકતા બમણી

પહેલા ૫૫ વર્ષથી વધુ વય અને બીમારી હોય તેઓ જ મોતને ભેટતા હતા : સમયસર નિદાન નહીં, દવા, ઇન્જેકશન, બેડ, ઓકિસજન, વેન્ટીલેટરની તંગીઓ કોરોનાને કાતિલ બનાવ્યો

નવી દિલ્હી,તા.૧૪ : કોરોનાના સ્ટ્રેને એક જ વર્ષમાં નવુ રૂપ ધારણ કરવાની સાથે પહેલા કરતા વધુ ઘાતક બનતા દિન પ્રતિદિન મૃત્યુના દરમાં તથા કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ આગામી બે સપ્તાહ સુધી આ સ્થિતી યથાવત રહેવાની શક્યતા જાણકારોએ વ્યકત કરી છે. જોકે આ ઉપરાંત સરકારી ગેર વ્યવસ્થા પણ સૌથી મોટુ કારણ હોવાનુ બહાર આવ્યુ છે. કારણ કે લોકોને સમયસર નિદાન. સારવાર, દવા. ઇન્જેકશન મળી રહે તેવી પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોત તો સારવાર લેવામાટે એમ્બ્યુલન્સની કતારો લાગવાની નોબત સર્જાઇ ના હોત. ગત વર્ષે કોરોનાની શરુઆત થઈ ત્યારે લોકો વધુ સજાગ બનવાની સાથે ફરજીયાત માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન કરતા હતા.

 

જ્યારે દોઢ મહિના પહેલા કોરોના નાબુદ થઇ ગયો હોય તે રીતે માંડ ૩૦ જેટલા કેસ આવતા હતા.જ્યારે માર્ચના અંત અને એપિલની શરૂઆતમાં જ કોરોનાના કેસમાં વિસ્ફોટક સ્થિતી સર્જાઇ હતી. આ માટે નિયમોનુ પાલન નહીં કરવાની સાથે સાથે કોરોનાના નવા સ્ટ્રેનનું બદલાયેલુ સ્વરુપ પણ એટલુ જ જવાબદાર છે. કારણ કે નવા સ્ટ્રેનમમાં લોકોને ચેપ લગાડવાની ક્ષમતા પહેલા કરતા ઘણી વધારે છે. તે જ -માણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે.

 ૩૦ વર્ષની નજીકની વયના મૃત્યુમાં વધરો ચિંતાનો વિષય

પહેલા કોરોનાના લીધે મોટાભાગે પપ વર્ષથી વધુના અથવા તો અન્ય બિમારી હોય તેવા લોકો જ મોતને ભેટતા હતા. જ્યારે હાલમાં ૩૦ વર્ષથી વધુ વય ધરાવનારાઓ પણ ઝડપથી સંક્રમિત થવાની સાથે મોતને પણ ભેટતા હોય છે. આ સ્થિતિ ખુબ ચિંતાજનક છે. તેવું શહેરના જાણીતા તબીબોનું કહેવું છે.

(11:37 am IST)