મુખ્ય સમાચાર
News of Sunday, 14th April 2019

મનોહર પારિકર રાફેલ વિમાન સૌદા સાથે સહમત નહોતા એટલા માટે કેન્દ્ર સરકારનાં પ્રધાન પદેથી રાજીનામુ આપીને ગોવા પરત ફર્યા હતા: શરદ પવાર

નવી દિલ્‍હી : લોકસભા ચૂંટણીમાં બેફામ બયાનબાજી ચાલી રહિ છે. ફ્રાન્સ સાથે કરવામાં આવેલા રાફેલ વિમાન ખરીદી કરાર મામલે રાજનિતીમાં ભારે ગરમાવો છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે પીએમ મોદીને ઝાટકવાની એક પણ તક છોડતા નથી. બેરોકટોક બયાનબાજીની સુપર ફાસ્ટ ચાલતી ગાડીમાં NCP અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન શરદ પવાર પણ બેસી ગયા તેવું લાગી રહ્યું છે. શરદ પવારે નિવેદન આપ્યું છે કે, પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે કેન્દ્ર સરકારનાં પ્રધાન પદેથી રાજીનામુ આપીને ગોવા એટલા માટે પરત ફર્યા હતા.કારણ કે તેઓ રાફેલ વિમાન સૌદા સાથે સહમત નહોતા.

કોલ્હાપુરમાં મીડિયા સાથે વાતચીત કરીને શરદ પવારે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. શરદ પવારે જણાંવ્યું કે, 2014ની ચૂંટણીમાં કરેલા વાયદા પુર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા તેથી પીએમ મોદી લોકોનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવી રહ્યા છે.

નવેમ્બર,2014માં રક્ષા મંત્રી પદે રહેલા મનોહર પાર્રિકરે 2017માં ગોવા પરત ફર્યા હતાં અને 14 માર્ચનાં રોજ ચોથી વખત ગોવાનાં મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા હતાઅંદાજીત એક વર્ષ સુધી પેંક્રિયાજ કેન્સર સામે લડ્યા બાદ વર્ષે 17 માર્ચનાં રોજ તેમનું અવસાન થયું હતું.

વડાપ્રધાન મોદીએ ફ્રાન્સનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રૈંકોઇસ ઓલાંદે સાથે ચર્ચા કર્યા બાદ 10 એપ્રિલ,2015નાં રોજ 36 રાફેલ વિમાનો ખરીદીનાં કરારની જાહેરાત કરી હતી. 23,સપ્ટેમ્બર,2016નાં રોજ અંતિમ મહોર લગાવવામાં આવી હતી.

(11:37 am IST)