ચીન-યાંગઇ-4 લૂનાર યાનના માધ્યમથી ચંદ્ર પર બટેટાની ખેતી કરવાની યોજના બનાવી રહ્યું છે : આ પ્રોજેકટ ર૦ યુનિવર્સિટીની મદદ વડે તૈયાર કરાયો
નવી દિલ્હી : ચીન પોતાના યાંગઇ-4 લૂનાર યાનના માધ્યમથી ચંદ્ર પર ખેતી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેકટ ર૦ યુનિવર્સિટીની મદદથી તૈયાર કરાયો છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર “ચાંગઈ-4 લૂનાર” યાનના માધ્યમથી ચીન આ વર્ષે ચંદ્ર પર બટાટા, એક પ્રકારના ખાસ બીજ અને રેશમના કિડાના અંડાણુઓ મોકલવાની વાત પર વિચાર વિમર્સ કરી રહ્યુ છે. જેના માટે ચીન ચંદ્ર પર બટાટા મોકલશે.ચંદ્ર પર જૈવિક સંશોધનની આ પ્રથમ પહેલ છે. આ પ્રોજેક્ટનુ નામ લૂનાર મિની બયોસ્ફેયર રાખવામાં આવ્યુ છે. જે પ્રોજેક્ટને ચીનની 20 યુનિવર્સીટીઓ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.
આ મિશનનુ નેતૃત્વ ચાંગકિંગ યુનિવર્સિટી કરી રહી છે જે દક્ષીણ-પશ્ચિમ ચીનમાં આવેલ છે. આ બધા બીજને ટીનમાંથી બનેલ એક ડબ્બામાં મોકલવામાં આવશે. આ ટીનના ડબ્બાની લંબાઈ 18 સેન્ટમીટર છે અને પહોળાઈ 16 સેન્ટીમીટર છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ટીનને ખાસ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવ્યુ છે. હવે આવનારા સમયમાં જોવાનુ એ છે કે ચીનનો આ પ્રોજેક્ટ કેટલો સફળ થાય છે.