મુખ્ય સમાચાર
News of Saturday, 14th April 2018

મેડિકલ સાયન્સના ઇતિહાસમાં પ્રથમ કિસ્સોઃ માતા-પિતાના મૃત્યુના ચાર વર્ષ પછી સેરોગેટ માતાઅે બાળકને જન્મ આપ્યો

બેઇજિંગઃ મેડિકલ સાયન્સના ઇતિહાસમાં પ્રથમ વખત કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા-પિતાના મૃત્યુના ચાર વર્ષ પછી સેરોગેટ મહિલાઅે બાળકને જન્મ આપ્યો છે.

હાલમાં જ ચીનમાં એક એવો મામલો સામે આવ્યો છે જે કે મેડિકલ સાઇન્સના ઇતિહાસમાં પહેલા કદાચ જ જોયો હોય. અહીંયા માતાપિતાના મૃત્યુના ચાર વર્ષ પછી બાળકનો જન્મ થયો છે. ચીનમાં એક સેરોગેટ માતાએ એક બાળકને તેના માતા-પિતાના મૃત્યુના ચાર વર્ષ પછી જન્મ આપ્યો છે. આ બાળકના માતા-પિતાની એક કાર દૂર્ધટનામાં મોત નીપજ્યા હતા.

ચીની મીડિયાના એક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે 2013માં થયેલી આ દૂર્ધટના પહેલા આ દંપતીને પ્રજનન સંબંધી ઉપચાર ચાલી રહ્યો હતો. દંપતિના મોત પછી તેમના માતા-પિતાએ સચવાયેલા ભ્રૂણને મેળવવા માટે ઘણી લાંબી કાનૂની લડાઇ લડી હતી. આ ભ્રૂણને નનજીંગના પૂર્વ શહેરના એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. બાળકને નવ ડિસેમ્બરના લાઓસની સેરોગેટ માતાએ જન્મ આપ્યો હતો.

ચીનમાં સેરોગેસી અકાયદેસર છે અને આ ટેકનીકથી બાળકની ઇચ્છા રાખનારાને વિદેશમાં વિકલ્પ શોધવા પડે છે. બાળકના દાદા-દાદીને આ ભ્રૂણને ચીનથી બહાર લઇ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને બાળકના જન્મ પછી તેમના પિતૃત્વ અને નાગરિકતા સાબિત કરવી પડી.

પરિવારની આમાં મદદ કરનારા સેરોગેસી વિશેષજ્ઞ લુયૂ બાઓજૂએ જણાવ્યું કે અમે પહેલા વિચાર્યું હતુ કે આ ભ્રૂણને હવાઇ માર્ગથી લઇ જવામાં આવે પરંતુ કોઇપણ એરલાઇન્સ આને લઇ જવા ઇચ્છુક ન હતી. જેના કારણે પરિવારે તેને રોડ માર્ગે લઇ જવાનો નિર્ણય કર્યો જ્યાં સેરોગેસી કાયદાસર છે.

(5:56 pm IST)