મુખ્ય સમાચાર
News of Saturday, 14th March 2020

દિલ્‍હીમાં તોફાનોમા પોલીસની મોટી કાર્યવાહીઃ અત્‍યાર સુધીમા ૩૪૦૦ લોકોની ધરપકડઃ ૭૧૮ કેસ દાખલ

           નવી દિલ્લીઃ  દિલ્‍હી પોલીસએ તોફાનોમાં તપાસમાં  ઘણી કડક કાર્યવાહી રજુ થઇ રહી છે. તપાસ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૩૪૦૦ લોકોની ધરપકડ કરી ચુકી છે. દિલ્‍હી હિંસા દરમ્‍યાન દિલ્‍હીના ઉતર પુર્વી જિલ્લામાં  ઘણા ઘરોને  સળગાવી નાખવામાં આવ્‍યા હતા. અને ઘણા લોકોના જીવ પણ ગયા હતા.

            પોલીસ આ મામલામાં દરેક પાસા પર તપાસ કરી અને સખ્‍તાઇથી કાર્યવાહી કરી રહી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર અત્‍યાર સુધીની તપાસમાં  કુલ ૭૧૮ કેસ દાખલ થઇ ચુકયા છે. જયારે આર્મ્‍સ એકટના પપ મામલા દાખલ કરવામાં આવ્‍યા છે. આ તોફાનોમા મરનારાઓની સંખ્‍યા અત્‍યાર સુધી પર ઉપર પહોંચી ગયેલ છે.

(9:49 pm IST)