મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

પેટાચૂંટણીમાં ભાજપનો હાર થવાનો સિલસિલો જારી રહ્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ યુપીમાં હાર થઇ : પેટાચૂંટણીમાં હારને વધુ ગંભીરતાથી લઇને વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાતની સાથે ઉતરવાની ગણતરી કરાઈ

લખનૌ, તા. ૧૪ : ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામથી ભાજપની સામે સમસ્યા ઉભી થઇ છે. પેટાચૂંટણીમાં ભાજપને હારનો સિલસિલો જારી રહ્યો છે. ફેબ્રુઆરીમાં રાજસ્થાનની બંને લોકસભા સીટો અને વિધાનસભાની સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીમાં પણ ભાજપની હાર થઇ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીમાં ભાજપની હાર માટે અનેક કારણો રહ્યા છે. બીજી બાજુ ભાજપને આ ત્રણેય રાજ્યોમાં પોતાની સરકાર હોવાથી વધારે મહેનત કરવી પડશે. ત્રણેય રાજ્યો બચાવવા માટે તેની સામે પડકાર રહેશે. અલબત્ત આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ નબળી રહેલી છે જેથી પેટાચૂંટણીમાં ભાજપે વધારે ધ્યાન ન આપ્યુ હોવાનું પણ માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઉતારવાની પરંપરા રહી છે.

(7:46 pm IST)