મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ ત્રીજા પક્ષની હસ્‍તાક્ષેપ કરતી તમામ અરજીઓ નકારી કાઢી

 

ફોટોઃ ayodhya case supreme court

નવી દિલ્‍હીઃ અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય જાહેર કરીને ત્રીજા પક્ષની તમામ અરજીઓ ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે રજીસ્ટ્રીએ કહ્યું છે કે આ મામલે કોઇ અરજી સ્વીકાર ન કરે. સુપ્રીમે હસ્તક્ષેપ કરાયેલ અરજી પર અલગ-અલગ પૂછ્યું હતું. કોર્ટ હવે માત્રને માત્ર ઓરિજિનલ પિટિશનર્સને જ સાંભળશે.

અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ પાર્ટીને સમજૂતિ માટે ન કહી શકે. આ બન્ને પાર્ટી વચ્ચેનો મામલો છે. આ માટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈને પણ સમજૂતિ માટે બાધ્ય ન કરી શકે.

આની સાથે જ સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને પૂછ્યું કે તેમને આ મામલે ત્રીજા પક્ષના રૂપમાં સામેલ થવાની મંજૂરી ન આપી શકાય. જેથી હવે સુબ્રમણ્યમ સ્વામી ત્રીજા પક્ષ તરીકે દખલ નહીં કરી શકે.

મહત્વનું છે કે ફેબ્રુઆરીમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સુનાવણી સમગ્ર રીતે ભૂમિ વિવાદના રૂપમાં કરેલી અને દરરોજ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે દરરોજ 700 ગરીબ લોકોના મામલા કોર્ટમાં પડયા છે અને એ લોકોની પણ સુનાવણી કરવી છે.

(6:41 pm IST)