News of Wednesday, 14th March 2018
ઇન્ટરનેશનલ ખરાબી અને યુપીમાં ભાજપ પાછળ શેરબજારનું મોરલ ખરડાયું: ઇન્ડેક્ષ ૧પ૦ ડાઉન
નીફટી ૪૪ પોઇન્ટ તૂટીઃ એ ગ્રુપના તમામ શેરોમાં વેચવાલીનો દોર...
રાજકોટ તા. ૧૪ :.. ઇન્ટરનેશનલ માર્કેટો ડાઉજોન્સ-નાસ્ડેક-જાપાનનો નીકેકેઇ-હોંગકોંગ સહિતના વૈશ્વિક શેરબજારોમાં ખરાબી તથા યુપીમાં લોકસભાની ગોરખપુર સહિતની બે બેઠકો ઉપર ભાજપ પાછળ હોય, તેની અસર મુંબઇ શેરબજાર ઉપર પણ પડી છે.
સવારથી વેચવાલીનો દોર ચાલુ રહ્યો છે, બપોરે રાા વાગ્યે પણ બજારનું મોરલ ખરડાયેલુ જોવા મળ્યું હતું.
આગેવાન બ્રોકરોના જણાવ્યા પ્રમાણે બપોરે રાા વાગ્યે ઇન્ડેક્ષ ૧પ૦ ડાઉન સાથે ૩૩૭૧ર તથા નીફટી પ૭ પોઇન્ટ ડાઉન સાથે ૧૦૩૭૦ જોવા મળી છે, એ ગ્રુપના તમામ શેરોમાં વેચવાલીનો દોર છે, બપોરે ૩ાા સુધીમાં બજાર વધુ ઘટી શકે છે.
(4:53 pm IST)