મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

સૌથી ખરાબ કામગીરી કોની? BSNL - એર ઇન્ડિયા ટોપ ઉપર

નવી દિલ્હી તા. ૧૪ : ૨૦૧૬-૧૭ના વર્ષની સૌથી વધુ નફો કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ, ઓએનજીસી તથા કોલ ઈન્ડિયા મોખરે હતી, જયારે બીએસએનએલ, એર ઈન્ડિયા તથા એમટીએનએલે સૌથી વધુ ખોટ નોંધાવી હતી તેમ સંસદમાં રજૂ કરાયેલા સરકારના સર્વેમાં જણાવાયું છે.

કેન્દ્ર સરકારની માલિકીના એકમોની કામગીરીની સમીક્ષા કરતાં પબ્લિક એન્ટરપ્રાઈસિસ સર્વે ૨૦૧૬-૧૭માં જણાવ્યાં અનુસાર વર્ષ દરમિયાન ૮૨ સરકારી સાહસોએ નોંધાવેલી કુલ ખોટમાં ટોચની દસ ખોટ કરતી કંપનીઓનો હિસ્સો ૮૩.૮૨ ટકા જેટલો રહેવા પામ્યો હતો. બીએસએનએલ, એર ઈન્ડિયા તથા એમટીએનએલનો કુલ ખોટમાં ૫૫.૬૬ ટકા હિસ્સો રહેવા પામ્યો હતો.

(5:37 pm IST)