મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

પૃથ્વી ઉપર કાલે ત્રાટકશે સોલાર સ્ટોર્મ? ખતરો

દિલ્હી તા. ૧૪ : પૃથ્વી તરફ વિશાળ સૌર તોફાન ધસી રહ્યું છે અને તે પૃથ્વી પર બુધવારે ત્રાટકે એવી શકયતા છે. આ સૌર તૌફાન સેટેલાઈટ્સને ઝપટમાં લઈ શકે છે તો વીજ પુરવઠો ખોરવી શકે છે તેમજ નોર્ધર્ન લાઈટ્સનો તેજસ્વી પ્રકાશપૂંજ જોવા મળી શકે છે. નાસાએ આ સપ્તાહે સૂર્યની સપાટી પર ભયાનક વિસ્ફોટ થયાનું નોંધ્યું છે અને તેમાંથી સૌર રજકણો વિશાળ જથ્થામાં ફેંકાયા હોવાનું જણાવ્યું છે.

આ ભૌતિક સ્થિતિ અંગે નેશનલ ઓશનિક અને એટમોસ્ફિયિરીક એડમિનિસ્ટ્રેશન દ્વારા 'G1' સ્ટોર્મની ચેતવણી જારી કરાઈ છે. રસપ્રદ બાબત એ છે કે અત્યારે સૂર્ય અવકાશી વિષુવવૃતની મધ્યમાં પહોંચે છે ત્યારે જ આ ઘટના બની છે. જેને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં 'ઈકિવનોકસ ક્રેકસ' કહે છે. સૂર્ય અવકાશી વિષુવવૃતની મધ્યમાં ૨૦ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરે આવે છે અને તેના કારણે તેનું ચૂંબકીય ક્ષેત્ર નબળું પડતું હોય છે.

સૂર્યની સપાટી પર ભયાનક વિસ્ફોટ ગત સપ્તાહે થયો હતો. તેના કારણે સોલાર ફલેર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આ ફલેરમાં સામેલ વિદ્યુતભાર ધરાવતા સૌર રજકણોનો વિશાળ જથ્થો પૃથ્વી તરફ આવી રહ્યો છે.

આ સપ્તાહે આ સૌર રજકણોના લીધે નોર્ધર્ન લાઈટ્સ વધુ તેજસ્વી પ્રકાશપૂંજ દર્શાવે એવી શકયતા છે. આ સિનારિયો સ્કોટલેન્ડના કેટલાક ભાગો તથા ઉત્ત્।રીય ઈંગ્લેન્ડમાં જોવા મળી શકે છે.(૨૧.૧૮)

(11:53 am IST)