મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ભારત વિશ્વમાં સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે

હાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો :ચીન દુનિયામાં પાંચમો સૌથી મોટા નિકાસકાર દેશ છે

નવીદિલ્હી, તા. ૧૩ : ભારત વિશ્વમાં સૌથી મોટા હથિયાર ખરીદનાર દેશ તરીકે રહ્યું છે જ્યારે ચીન પાંચમાં સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે રહ્યું છે. ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસિત કરવામાં સફળ રહ્યું નથી. આના કારણે હથિયારો માટે ભારત બીજા દેશો ઉપર આધારિત રહે છે. ભારત હજુ સુધી વિશ્વના સૌથી મોટા હથિયાર અને સંરક્ષણ સાધનો ખરીદનાર દેશ તરીકે છે. ૨૦૧૩થી ૨૦૧૭ સુધી એકલા ભારતનો હિસ્સો વિશ્વના તમામ દેશો દ્વારા આયાત કરવામાં આવેલા કુલ હથિયારો પૈકી ૧૨ ટકા રહ્યો છે. દેશમાં સંરક્ષણ સાધનોના નિર્માણ નહીં કરવાના કારણે ભારતીય સેનાને લશ્કરી ઉપકરણો અને હથિયારો માટે અન્ય દેશો ઉપર આધારિત રહેવાની ફરજ પડે છે. ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા ડેટામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ ડેટા મુજબ ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં ૨૪ ટકાથી વધારેનો વધારો થયો છે. ૨૦૦૮થી ૨૦૧૩ની સરખામણીમાં ભારતમાં ૨૦૧૩માં ૨૦૧૭ સુધી ૨૪ ટકા વધારે હથિયારો ખરીદવામાં આવ્યા છે. ભારત બાદ આ યાદીમાં વિશ્વના ટોચના હથિયાર ખરીદનાર સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ઇરાક, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે ભારતે હથિયારોની જે ખરીદી કરી છે તે પૈકી ૬૨ ટકા ખરીદી રશિયા પાસેથી કરવામાં આવી છે. અમેરિકા પાસેથી ૧૫ ટકા અને ઇઝરાયેલ પાસેથી ૧૧ ટકા હથિયારો ખરીદવામાં આવ્યા છે. ભારત ઇઝરાયેલ અને રશિયા પાસેથી સૌથી વધારે હથિયારો ખરીદે છે. ચીનની વિદેશ નીતિથી મુકાબલો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનું વલણ ભારત પ્રત્યે બદલાયું છે. અમેરિકા ભારતને પહેલાની સરખામણીમાં વધારે હથિયારો રહ્યું છે. એશિયામાં ચીનના વધતા પ્રભાવને ઘટાડવા માટે અમેરિકા ભારતને એક મજબૂત સાથી તરીકે જુએ છે. ૨૦૦૮થી ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. આ ગાળા દરમિયાન અમેરિકાએ ભારતના હથિયારોની ખરીદીમાં આશરે ૫૫૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક દશકમાં અમેરિકા અને ભારત વચ્ચે ૧૫ અબજ ડોલરની હથિયારોની સમજૂતિ થઇ છે. બીજી બાજુ ભારતને ચીન આ સમયે વિશ્વના સૌથી મોટા હથિયાર નિકાસ દેશોમાંથી એક છે.

(11:06 pm IST)