મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

યુ.એસ.ના કન્સાસમાં ૯ માર્ચના રોજ નીકળેલી ''પીસ રેલી''ની આગેવાની સ્વ.કુચીભોટલાના પત્નીએ લીધીઃ હેટ ક્રાઇમનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર સ્વ.કુચીભોટલાની ૩૪મી જન્મ જયંતિએ કરાયેલા આયોજનમાં સેંકડો લોકો જોડાયા

કન્સાસઃ અમેરિકાના કન્સાસમાં ૨૨ ફેબ્રુ. ૨૦૧૭ના રોજ હેટ ક્રાઇમનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાના ૩૪મા જન્મદિવસે ૯ માર્ચ ૨૦૧૮ના રોજ કન્સાસ સ્થિત કોમ્યુનીટી પ્રજાજનોએ 'પીસ રેલી'નું આયોજન કર્યુ હતું. જેની આગેવાની સ્વ કુચીભોટલાના વિધવા સુશ્રી સુનયના દુમાલાએ લીધી હતી.

આ શાંતિપૂર્ણ રેલીમાં ''ઇમીગ્રન્ટસ આર ફોર એવર વેલકમ ઇન ધ ટાઇન''નું સૂત્ર જોવા મળ્યુ હતુ. સ્વ.કુચીભોટલા ઉપર થયેલા હેટક્રાઇમ હુમલા પછી હવે કોમ્યુનીટી મેમ્બર્સ સંગઠિત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્વ.કુચીભોટલાની હત્યાનો આરોપી બાવન વર્ષીય પુરિન્ટોન દોષિત પૂરવાર થયો છે. જેની સજા હવે પછી નક્કી  થશે.

(10:38 pm IST)