મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

જવાનો પાસે ઓછા હથિયારો

સુકમા હુમલા બાદ ફરી વિગત સપાટી ઉપર

       નવી દિલ્હી,તા. ૧૩ : છત્તિસગઢના સુકમામાં આજે સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા છે અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા છે. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઘાયલ થયેલા જવાનો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. નક્સલવાદી હુમલા બાદ જવાનો પાસે ખુબ મર્યાદિત હથિયારો હોવાની વિગત ફરી એકવાર સપાટી પર આવી ગઇ છે.

*    સુકમાના કિસ્તરાણ વિસ્તારમાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સીઆરપીએફની ટુકડી પર છુપો હુમલો કરવામાં આવ્યા બાદ પુરતા હથિયારોનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો

*    નક્સલવાદીઓના ગેરિલ્લા હુમલાનો સામનો કરી રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસના જવાન બુલેટપ્રુફ હેલ્મેટ, જેકેટ અને એમપીવી વાહન જેવા સંશાધનોની અછતથી ગ્રસ્ત છે

*    ૧.૨૫ લાખ બુલેટ પ્રુફ હેલ્મેટ જરૂરી છે. હાલમાં ૧૮ બુલેટપ્રુફ હેલ્મેટથી જ કામ ચલાવાઈ રહ્યું છે

*    પહેલાથી જ મંજુર કરવામાં આવેલા ૩૮૦૦૦ બુલેટપ્રુફ જેકેટ પૈકી ખુબ ઓછા જેકેટ મળી શક્યા છે અન્ય જેકેટ મળવાના બાકી

*    આઈઈડી બિછાયેલા વિસ્તારમાં ચાલવાની સુરક્ષા દળોને ફરજ પડી રહી છે

*    અનેક વખત છુપા હુમલા અંગે માહિતી મળે છે છતાં નક્સલીઓનો શિકાર થઇ જાય છે

*    ૭.૨ એમએમની ગોળી ઝીલવા માટે હેલ્મેટ જવાનોને મળી રહ્યા નથી. નક્સલીઓ એકે ૪૭, એકે ૫૬થી હુમલા કરી રહ્યા છે

*    ૩૦ ટકાથી વધારે નક્સલ ક્ષેત્રોમાં તૈનાત જવાનના મોત ગરદન અથવા ઉપરના હિસ્સામાં ગોળી વાગવાથી મોત થયા છે

*    ૧૦થી ૧૫ કિલોગ્રામ તીવ્રતાના વિસ્ફોટ ઝીલવાની ક્ષમતા જવાનોની પાસે એમપીવીમાં છે

*    ૨.૫ કિલોગ્રામના પટકા વજનના સાધનો છે જેને પહેરીને ચાલવાની બાબત મુશ્કેલરુપ છે

*    ૪.૫ કિલોગ્રામના બુલેટપ્રુફ જેકેટ છે. વિદેશમાં આનુ વજન ૧.૨ કિલોગ્રામ છે

*    હેલ્મેટ, એસએલઆર અને એકે ૪૭ અને ઇન્સાસની ગોળીઓને ઝીલી શકવાની સ્થિતિમાં નથી

(7:46 pm IST)