મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે ૬-૬ બર્થ અનામત રખાશેઃ રેલવે તંત્ર દ્વારા અલગ-અલગ કેટેગરીમાં ખાસ કોટાની ફાળવણી

નવી દિલ્હીઃ રેલવે તંત્ર દ્વારા આવનાર સમયમાં નવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. જેમાં મહિલાઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને અલગ-અલગ ટ્રેનોમાં ખાસ કોટા ફાળવવામાં આવશે.

સકર્યુલર પ્રમાણે, મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે 6-6 બર્થ રિઝર્વ રાખવામાં આવશે. આ જ રીતે ગરીબ રથના AC-3 કોચમાં પણ 6 બર્થ નક્કી કરવામાં આવી છે.  45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ અને સેકન્ડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ કરવામાં આવી છે. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને મહત્વ આપવામાં આવશે.

બોર્ડ અનુસાર, મહિલાઓને લોઅર બર્થ કન્ફર્મ કરવા માટે રેલવેની આઇટી બ્રાન્ચ ક્રિસ દ્વારા રિઝર્વેશન સિસ્ટમમાં નવા સોફ્ટવેરને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. 

ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટથી મુસાફરી કરતી મહિલાઓને પણ હવે રાહત મળવાની છે. રેલવે હવે એવી સિસ્ટમ ડેવલપ કરવા જઇ રહ્યું છે, જેમાં વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરવામાં મહિલાઓને પ્રાથમિકતા તેમની ઉંમરના હિસાબે આપવામાં આવશે. એટલું જ નહીં, ટ્રેનોમાં બર્થ ખાલી રહેવા પર ટીટીઇ દ્વારા મહિલાઓને જ પહેલા બર્થ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપમાં મુસાફરી કરતી મહિલાઓને ઉંમરના હિસાબે બર્થ મળશે.

ટ્રેનોમાં સીનિયર સિટિઝન માટે પણ અલગથી કોટા નક્કી કરવામાં આવ્યો છે. સીનિયર સિટિઝન પણ લોઅર બર્થ આપવાની સિસ્ટમ બની રહી છે. રેલ્વે ઑફિસરોના જણાવ્યા પ્રમાણે, લોઅર બર્થ ખાલી રહેવા દરમિયાન જ અન્ય યાત્રીઓ તેને બુક કરાવી શકશે. જોકે, હવે લોઅર બર્થનો કોટા વધવાથી સામાન્ય રીતે તેને બુક કરાવવું સરળ નહીં હોય. એ પણ શક્ય છે કે ટિકિટ દલાલ હવે યાત્રીઓને લોઅર બર્થ અપાવવા માટે વધારાની રકમની માંગ કરે.

રેલવેએ સીનિયર સિટિઝન પેસેન્જર્સને લોઅર બર્થ આપવાની સિસ્ટમ લાગુ કરી દીધી છે. IRCTCએ ઇ-ટિકિટના બુકિંગમાં આ સુવિધા આપી છે. ટિકિટ બુક કરાવવા દરમિયાન લોઅર બર્થ તેમજ સિનિયર સિટિઝનનો નવો ઓપ્શન જોડવામાં આવ્યો છે. તે ઓપ્શનને સિલેક્ટ કરનાર વૃદ્ધ મુસાફરોને લોઅર બર્થ મળવાની ગેરંટી છે.

હવે નવી સિસ્ટમ હેઠળ લોઅર બર્થની સુવિધા પ્રેગનન્ટ મહિલાઓને મળશે. ઇ-ટિકિટના બુકિંગમાં પણ તેને સામેલ કરીને તે માટે કોલમનો ઓપ્શન આપવામાં આવશે. પ્રેગનન્ટ મહિલાઓને હાલ રેલવેના રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર (પીઆરએસ)થી બુકિંગ કરાવવા પર લોઅર બર્થની સુવિધા મળી રહી છે. ટુંક સમયમાં તેને ઇ-ટિકિટિંગમાં પણ અપડેટ કરવામાં આવશે.

(4:49 pm IST)