મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

પેટાચૂંટણીની સાથે સાથે...

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કસૌટી થનાર છે

        નવી દિલ્હી,તા. ૧૩ : જેની ઉત્સુકતાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે તે ગોરખપુર અને ફુલપુરમાં લોકસભા પેટાચૂંટણીના પરિણામ આવતીકાલે બુધવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામ પર તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાઇ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર છતાં મતદાનની ટકાવારી ઓછી રહેતા ભાજપની ચિંતા વધી ગઇ છે. પરિણામની સાથે સાથે નીચે મુજબ છે

:    ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યપ્રધાન કૈશવ પ્રસાદ મૌર્યે ગૌરખપુર અને ફુલપુર સીટ ખાલી કરી હતી

:    તેમના દ્વારા સીટ ખાલી કરવામાં આવ્યા બાદ પેટાચૂંટણી ૧૧મી માર્ચના દિવસે યોજાઇ હતી

:    ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૧૨ ટકા ઓછું મતદાન રહ્યા બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે.

:    ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી.

:    ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું.

:    બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ.

:    સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી નવા પ્રયોગ સાથે આ પેટાચૂંટણીમાં ઉતર્યા છ

:    માયાવતીના નેતૃત્વમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો હતો.

:    ગોરખપુરમાંથી ૧૦ અને ફુલપુરમાંથી ૨૨ ઉમેદવારોના ભાવિનો ફેસલો થનાર છે.

:    ભાજપે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલ અને ગોરખપુરમાંથી ઉપેન્દ્ર દત્ત શુકલાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અને નગેન્દ્ર પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા.

(1:07 pm IST)