મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

બાંગ્લાદેશમાં ઝડપથી ઘટતી હિન્દુઓની સંખ્યા

બાંગ્લાદેશમાં ઝડપથી હિન્દુઓની જનસંખ્યામાં ઘટાડો થઇ રહયો છે માનવાધિકાર કાર્યકર્તા અને પ્રોફેસર રિચર્ડ બેન્કિને ચિંતા વ્યકત કરતા કહ્યું હતું કે  બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યામાં ૧૯૭૪ની સરખામણીએ સતત ઘટી રહી છે. દેશમાં ૧૯૭૪ના સમયે હિન્દુઓની સંખ્યા કુલ વસતીમાં એક તૃતીયાંશ હતી, જયારે ૨૦૧૬માં તે ઘટીને કુલ ૧૫માં ભાગની જ રહી છે.તેઓએ આ વાતો કેરળના કોઝિકોડમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કરી હતી.

(1:06 pm IST)