મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુ માટે ૧૫ માર્ચના રોજ કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન બીઝનેસમેન શ્રી હેરી સિધુ માટે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

૧૫ માર્ચ ૨૦૧૮ ગુરૂવારના રોજ યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે ૫-૩૦ થી ૭-૩૦ દરમિયાન રાખવામાં આવ્‍યો છે. જેનું સ્‍થળ શેરેટોન હોટલ, ૧૮૫૫ હાર્બર Blvd એનાહાઇમ કેલિફોર્નિયા રાખવામાં આવ્‍યુ છે.

ઉલ્લેખનીય છે કે રિપબ્‍લીકન શ્રી સિધુ આ અગાઉ ૨૦૦૪ થી ૨૦૧૨ની સાલ દરમિયાન એનાહઇમ કાઉન્‍સીલર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. જેઓ આ હોદા ઉપર ચૂંટાઇ આવેલા સૌપ્રથમ શીખ તરીકેનું માન ધરાવે છે આ ૮ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે વચગાળાના મેયર તરીકે પણ જવાબદારી નિભાવેલી છે. તેમણે ૨૦૧૬ની સાલમાં કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલમાં ૬૮માં ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પ્રાઇમરી ચૂંટણીમાં તેઓ બહુ ઓછા મતે પરાજીત થયા હતા.

(9:37 pm IST)