મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

આશ્ચર્યમ :દિલ્હી ચૂંટણી ટાણે થયેલી JNU હિંસાને 40 દિવસ થયા પરંતુ હજુ ધરપકડ કોઈની નહીં !!

CCTV અને વાયરલ વીડિયો હોવા છતાં ધરપકડ નહીં: ABVPના કાર્યકર્તાઓ હોવાથી પોલીસ ધરપકડ નહીં કરતી હોવાની ચર્ચા

 

નવી દિલ્હી : દિલ્હી  વિધાનસભાની ચૂંટણી પહેલાં સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની બેઠેલી JNU યુનિ.માં હુમલાઓ થયા હતા તેના CCTV સામે આવ્યાં હતા અને ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હતા પરંતુ હુમલાખોરો હજુ 40 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.

વાયરલ વીડિયોમાં ABVPના કાર્યકર્તાઓ હોવાનું એક પ્રાથમિક નજરે દેખાતું હતું. આ સાથે પોલીસે તાબડતોબ તપાસ તો આદરી પરંતુ હજુ સુધી કોઈ જ હુમલાખોર પકડાયો જ નથી. જો કે નવાઈ છે કે આટલાં બધા પુરાવા હોવા છતાં દિલ્હી પોલીસ કોઈ ની પણ ધરપકડ ના કરે. જો કે આ પહેલાં જ્યારે કનૈયા કુમારે ભાષણ આપ્યું હતું અને વિવાદ સર્જાયો હતો ત્યારે 3 જ દિવસમાં તેને જેલભેગો કરાયો હતો. જ્યારે અત્યાર પોલીસ કોની રાહ જોઈ રહી છે.તેવા સવાલ ઉઠ્યાં છે

દિલ્હી પોલીસે ત્રણ FIRના આધારે હુમલામાં 9 વિદ્યાર્થીઓના નામ બહાર પડ્યાં હતાં. જેમાં 7 ડાબેરી અને 2 ABVPના કાર્યકર્તાના નામ અને ફોટો પ્રેસ કોન્ફરન્સમાં બતાવાયા હતાં. પોલીસ કોઈની ધરપકડ કરશે નહીં પણ વિદ્યાર્થીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે એવું પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું.

(12:26 am IST)