મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ઇરાની કમાન્‍ડરને ઉડાવી દેનાર હથિયારથી પાકમા છુપાયેલા આતંકીઓને નિશાન બનાવશે ભારત

અમેરિકાએ જે ડ્રોન ટેકનીકથી ઇરાનના સૈન્‍ય કમાન્‍ડરને ઉડાવી દીધો હતો ભારત એને  ખરીદવા  ઇચ્‍છુક છે. અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ભારત યાત્રા પહેલા કેન્‍દ્ર સરકારના સૂત્રોએ આ જાણકારી આપી.

અમેરિકાએ ગયા મહિને ઇરાનના સૈન્‍ય કમાન્‍ડર કાસિમ સુલેમાનીને ખાસ ડ્રોન ટેકનીકના માધ્‍યમથી ઉડાવી દીધો હતો. કેન્‍દ્ર સરકારએ એક ટોચના અધિકારીએ કહ્યુ કે અમે આ ટેકનીકને ખરીદવા માટે ઘણા ઉત્‍સુક છીએ. જેનો ઉપયોગ કરી અમેરિકાએ ઇરાનના સેૈન્‍ય કમાન્‍ડરને ઉડાવી દીધો હતો. આ ડ્રોન ખુબજ શાંત રીતે આવ્‍યુ અને સટીકતા સાથે મિસાઇલ હુમલો કર્યો. યાદ રહે કે ૩ જાન્‍યુઆરીના ઇરાની સેનાના કમાન્‍ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીને બગદાદમા  અમેરિકી સેનાએ ડ્રોન હુમલાની મદદથી  ઉડાવી દીધો હતો. આ ટેકનીક પાકિસ્‍તાન સહિત અન્‍ય દેશોમા છુપાયેલા આતંકીઓ પર નિશાન સાધવામા  મદદ કરશે, જરુર પડવા પર આ ડ્રોન ટેકનીકની મદદથી ઓપરેશન પણ ચલાવી શકાશે.

મુંબઇ હુમલાના સાજીશકર્તા હાફિઝ સઇલ સહિત ઘણા આતંકી પાકિસ્‍તાનમા છુપાયેલા છે. હાફિઝ સઇદ ઉતરાંત જૈશ એ મોહમદના  સરગના મસૂદ અઝહર જેવા આતંકી પાકીસ્‍તાનમા ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

 

 

(11:49 pm IST)