મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

રાંચીમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે બજરંગ દળના કાર્યકરોએ પાર્કમાં ભારે તોફાન મચાવ્યું : પરાણે પરણાવવા લાગ્યા !!

-પ્રેમી યુગલોના મોબાઈલ ફોન બળજબરીથી છીનવી લીધા : પોલીસ ઘટના સ્થળે પહોંચી : અનેકની અટકાયત

 

રાંચીમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે બજરંગ દળના કાર્યકરોએ પાર્કમાં ભારે તોફાન મચાવ્યા હતા. બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવીને પાર્કમાં પ્રવેશ કર્યો અને ઘણા પ્રેમી પંખીડા યુગલોને ભાગવાની ફરજ પડી. એટલું નહીં એક દંપતીના જબરજસ્તી લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા.

 બજરંગ દળના કાર્યકરોએ પ્રેમી યુગલોના મોબાઈલ ફોન બળજબરીથી છીનવી લીધા હતા અને તેમના પરિવારના સભ્યોને ફોન કર્યા હતા. તેમજ પાર્કમાં પાછા આવવાની ધમકી આપી હતી.

 પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બજરંગ દળના કાર્યકરો સહિત પ્રેમી યુગલોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે પોલીસ પાર્કમાં પહોંચી હતી અને તોફાનીઓને સફળતાપૂર્વક ડામી દીધા હતા.

દરમિયાન જમશેદપુરના જ્યુબિલી પાર્કમાં બજરંગ દળ , વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસૈનિકોએ જ્યુબિલી પાર્કમાં પહોંચેલા પ્રેમી યુગલો સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

બજરંગ દળના લોકોએ પ્રેમી યુગલોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રેમી યુગલો પોતાનો જીવ બચાવતા ભાગતા જોવા મળ્યા હતા. જો કે બજરંગદળ અને શિવ સૈનિકો સામે શહેરના ઉદ્યાનોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસ દળની સાથે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવી હતી જેથી પ્રેમી યુગલોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે. મેજિસ્ટ્રેટ સરોજ કુમારે જણાવ્યું હતું કે પોલીસે તોફાનીઓને ડામવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હત જેથી કોઈ પણ વ્યક્તિ પરેશાની થઇ નહોતી.

(10:52 pm IST)