મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

દિલ્હી ચૂંટણીમાં 'કોંગ્રેસ ગાયબ' થતાં આપ સાથે સીધી ટક્કરમાં અમે હારી ગયા: પ્રકાશ જાવડેકર

કોંગ્રેસ ગાયબ થતાં ભાજપ અને આપની ટક્કરમાં કેજરીવાલમાં જીત્યા

 

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપના પરાજય માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાનો તર્ક રજૂ કર્યો હતો પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ 'અચાનક ગાયબ' થતાં ભાજપની હાર થઈ છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કોંગ્રેસ સાઈડમાં થઈ જતાં દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઈ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 સીટ અને ભાજપને ફક્ત 8 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ ગઈ છે.

  જાવડેકરે અંગે પ્રેસ કોંન્ફરન્સમાં કહ્યું હતું કે, દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અચાનક ગાયબ થઈ જતાં ભાજપ અને આમ આદમી પાર્ટીની ટક્કર થઈ હતી. હા અલગ વાત છે કે, કોંગ્રેસ અલગ થઈ ગઈ કે પછી લોકોએ સાઈડમાં કરી નાખ્યા પણ બધા વોટ આપ પાર્ટીને ગયા છે. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 26 ટકા મત મળ્યા હતા, પણ દિલ્હી ચૂંટણીમાં ફક્ત 4 ટકા મત મળ્યા છે.

  વધુમાં જાવડેકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગાયબ થતાં ભાજપ અને આપની ટક્કરમાં કેજરીવાલમાં જીત્યા છે. અમે 42 ટકા મતની આશા રાખી હતી અને આપ માટે 48 ટકા, પણ અમે 3 ટકાથી ફેલ થયા છીએ. ભાજપને 39 ટકા મત મળ્યા છે, જ્યારે આપને 51 ટકા મત મળ્યા છે. ચૂંટણીમાં તો હાર જીત થાય છે, અમે હારનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.

 

(10:51 pm IST)