મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

બિહારમાં શરદ યાદવ પકાવી રહ્યા છે રાજનૈતિક ખીચડીઃ લાલૂ પ્રસાદ યાદવ સાથે કરશે મુલાકાતઃ મહાગઠબંધન પર ચર્ચાઃ ભાજપા-જદ(યુ)ને પડકારશે

રાજનીતિ અને ઉમરના અંતિમ પડાવ પર પહોંચેલ શરદ યાદવ બિહારમા જોરદાર પારી ખેલવા માંગે છે. લોકતાંત્રિક જનતા દળ( લોજદ)ના સંયોકજ શરદ ઇરાદાથી બિહાર અને ઝારખંડની યાત્રા પર છેતે રાંચીમા લાલૂ પ્રસાદ યાદવને  મળશે. અને દિલ્લી પરત આવશે. શરદ ઇચ્છે છે કે એક વખત સામાન્ય વારસાના વિચાર પર અમલ કરતા બધા દળ સાથે  જનતા દળ પરિવાર પણ એકઝુટ થાય અને બિહારમાં ભાજપા-જદ (યુ) લોજપાની સરકારને સતાથી હટાવે. મહાગઠબંધન જેવી અવધારણા થી સંભવ છે.

       શરદ યાદવ દિલ્લી વિધાનસભા ચુંટણી ર૦ર૦ પહેલા બિહારમા મહાગઠબંધન તૈયાર કરવાની કોશિષ કરી રહ્યા છે. એમના દૂત ઉતરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને પણ મળી રહ્યા છે કડીમા શરદ પવાર શુક્રવારના પટણામા હતા એમણે અહીં એક બેઠક બોલાવી હતી. જેમા રાલોસપાના ઉપેન્દ્ર કુશવાહા  હમ ના  જીતન રામ માંઝી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સાહની હાજર હતા.

(10:47 pm IST)