મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

પુલવામા હુમલાની વરસીએ પાકિસ્તાને કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન:બેફામ ફાયરિંગ :એક નાગરિકનું મોત: 4 ઘાયલ

પૂંછ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોની જવાબી કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા આતંકી હુમલાના દર્દને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, સીઆરપીએફના 40 શહીદ જવાનોને દેશભરમાં શ્રદ્ઘાંજલી આપવામાં આવી રહી છે, આ હુમલો પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોંહમ્મદે કરાવ્યો હતો અને પાકિસ્તાની સેના જૈશને સપોર્ટ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાને ફરીથી આજે સાબિત કર્યું છે કે હમ નહીં સુધરેંગે, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર સિઝ ફાયરનું ઉલ્લંઘન કરીને જોરદાર ફાયરિંગ કર્યું છે, જેમાં એક નાગરિકનું મોત થઇ ગયું અને 4 લોકો ઘાયલ થયા છે. પૂંછ સેક્ટરમાં ભારતયી સેનાના જવાનો પણ સામે ફાયરિંગથી પાકિસ્તાની આર્મીને જવાબ આપી રહ્યાં છે.

ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે મોટી ડિફેન્સ ડીલ નક્કિ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે, તેનાથી પણ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા આઇશા ફારૂકીએ પણ કહ્યું છે કે ભારત પાકિસ્તાન સામે છુપી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.

 તેમને કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તૈયપ એર્દોગોન કાશ્મીર મામલે પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યાં છે, તેઓ પાકિસ્તાનના પ્રવાસે છે, ત્યારે ભારત કોઇ હુમલો પણ કરી શકે છે. આમ થશે તો પાકિસ્તાન ભારતને જડબાતોડ જવાબ આપશે, જો કે ભારત પણ પાકિસ્તાનની બધી ધમકીઓ આપવા સજ્જ છે.

(10:15 pm IST)