મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

સુપ્રીમ કોર્ટએ કાર્તિ ચિદંબરમને ટેનિસ ટુર્નામેન્ટમાં સામેલ થવા માટે બ્રિટન અને ફ્રાંસ જવાની અનુમતિ આપી

ઉચ્ચતમ ન્યાયાલયએ આપરાધિક  મામલામાં પ્રવર્તન  નિર્દેશાલય (ઇડી) અને સીબીઆઇની તપાસનો સામનો કરી રહેલ કાર્તિ ચિદંબરમને ટેનિસ ટુર્નામેન્ટમાં સામેલ થવા માટે આ મહિને બ્રિટન અને ફ્રંાસ જવાની ઇજાજત આપી છે. પ્રધાન ન્યાયાધિશ એસ.એ. બોબડેની અધ્યક્ષતા વાળી પીઠએ કાર્તિને ૧૪ થી ર૮ ફેબ્રુઆરી સુધી વિદેશ યાત્રાની પરવાનગી આપી જે માટે પહેલા લગાવેલ શરતોનું અનુપાલન કરવું પડશે. ઉચ્ચતમ ન્યાયાલયએ આ પહેલા કોંગ્રેસ નેતા પી. ચિદંબરમના પુત્ર કાર્તિને ટોચના ન્યાયાલયના મહાસચિવ પાસે ૧૦ કરોડ રૂપિયા જમા કર્યા પછી વિદેશ જવાની પરવાનગી આપી હતી.

ન્યાયાલયએ એમને એક શપથપત્ર પણ આપવાનો  નિર્દેશ આપ્યો હતો જેમા આ વાયદો કરવામાં આવ્યો હતો કે  તે પરત આવે અને તપાસમા સહયોગ કરે. કાર્તિ જે મામલામાં સામનો કરી રહ્યા છે એમાં એક  મામલો એમના પિતાના કેન્દ્રીય નાણામંત્રી રહેવા દરમ્યાન ૩૦પ કરોડ રુપિયાના વિદેશી નાણા પ્રાપ્ત કરવા માટે આઇએન એકસ મીડિયાને વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડ( એફઆઇપીબી) થી મળેલ મંજુરીથી સંબંધ છે.

(10:04 pm IST)