મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

તારીખ પર તારીખ : નિર્ભયા કેસમાં ન્યાયમાં થતો વિલંબ :સુપ્રીમ કોર્ટે મોતની સજા પર નવી ગાઈડલાઈન બનાવી

નવી દિલ્હી : નિર્ભયા મામલે ન્યાયમાં જે રીતે તારીખ પર તારીખ આવી રહી છે, તેને લઈ સુપ્રીમ કોર્ટે હવે ગાઈડલાઈન બનાવી છે. આ કેસમાં કેન્દ્ર સરકાર કોર્ટમાં પહોંચી હતી. જેમાં માગ કરવામાં આવી છે કે, સજા આપવા માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં જે રીત  

   ગાઈડલાઈન બનાવી છે, તે અનુસાર જો કોઈ હાઈકોર્ટ કોઈને પણ મોતની સજા આપવા તૈયાર થાય છે, ત્યારે સુપ્રીમ કોર્ટ તેની અપીલ પર સુનાવણી માટે સહમતી આપે છે, તો 6 મહિનાની અંદર ત્રણ જજોની ખંડપીઠમાં સુનાવણી કરી તેને ઉકેલવામાં આવે. ભલે પછી તેમાં અપીલ તૈયાર હોય કે ન હોય.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોતની સજા વિરુદ્ધની અપીલ માટે હાઈકોર્ટના નિર્ણયની તારીખના વિતેલા 6 મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે. આ મામલે સૂચીબદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ સંબંધમાં મોતની સજા સંભળાવ્યા બાદ કોર્ટ આદેશ આપશે. આવા કેસમાં 60 દિવસની અંદર કેસ સંબંધી તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવે અથવા તો કોર્ટે જે સમય નક્કી કર્યો છે, તેનું પાલન કરવામાં

, નિર્ભયાના કેસમાં સજાના હકદાર ચારેય દોષીયોની ફાંસીની સજા સતત ટળી રહી છે. નિચલી અદાલતે ચારેય દોષીઓની ફાંસી પર રોક લગાવી દીધી હતી. આ ચારેય દોષીઓ હાલમાં તિહાડમાં બંધ છે

(10:03 pm IST)