મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

જંગી રકમ ચુકવવી પડશે

નવીદિલ્હી, તા. ૧૪ : એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે કઠોર વલણ અપનાવીને ટેલિકોમ કંપનીઓને જોરદાર ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના આ વલણના કારણે ટેલિકોમ કંપનીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડના એજીઆરની ચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જોઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને તાતા ટેલિ સર્વિસની મુશ્કેલી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી માર્ચ સુધી આ રકમ જમા કરવા માટે ઓપરેટરોને આદેશ કરી દીધો છે. આ રકમ ૧.૪૭ લાખ કરોડની આસપાસની રહેલી છે. તાતા ટેલિ સર્વિસે તેના મોબાઇલ બિઝનેસને એરટેલને વેચી દીધો હોવા છતાં જંગી નાણાં તેને ચુકવવાના રહેશે. કઇ કંપનીને કેટલા નાણાં ચુકવવાના રહેશે તે નીચે મુજબ છે.

 કંપની

 ચુકવણી બાકી

 વોડાફોન-આઈડિયા

 ૫૦૦૦૦ કરોડ

 ભારતી એરટેલ

 ૩૫૫૦૦ કરોડ

 તાતા ટેલિ સર્વિસ

 ૧૪૦૦૦ કરોડ

નોંધ : રિલાયન્સ જીઓએ ૬૦ કરોડ રૂપિયાની રકમ ચુકવી હતી. અન્યો કરતા આ રકમ ખુબ ઓછી છે. કારણ કંપનીએ ૨૦૧૬માં ઓપરેશનની શરૂઆત કરી હતી.

(7:56 pm IST)