મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

૭૦ વર્ષ જૂનો નિઝામ ફંડ કેસ

પાકિસ્તાનને હરાવીને ૩૨૫ કરોડ રૂપિયા જીત્યું ભારત

લંડન, તા.૧૪: હૈદરાબાદના નિઝામના રુપિયા સાથે જોડાયેલા ૭૦ વર્ષ જૂના કેસમાં આખરે રસ્તો સાફ થઈ ગયો છે. લંડનમાં એક બેંકમાં લગભગ ૭ દાયકાથી કરોડો રુપિયા ફસાયેલા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનને પણ ભારતને ૨૬ કરોડ રુપિયા આપવા પડશે. આ રકમ ભારત દ્વારા આ કેસ લડવા માટે ખર્ચ કરાયેલા રુપિયાની ૬૫ ટકા રકમ છે. લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ગુરુવારે આ વિશે વાત કરી. અધિકારીઓએ જણાવ્યું કે, બ્રિટન હાઈ કમીશનને ૩૫ મિલિયન પાઉન્ડ (૩૨૫ કરોડ રુપિયા) પોતાના ભાગ તરીકે મળ્યા છે. આ રકમ ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮ નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંક અકાઉન્ટમાં ફસાયેલા હતા. પાકિસ્તાને પણ આ રુપિયા પર પોતાનો દાવો માડ્યો હતો.

પાછલા વર્ષે ઓકટોબરમાં હાઈકોર્ટે ભારત અને મુકર્રમ જાહ (હૈદરાબાદના ૮મા નિઝામ)ના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેના નાના ભાઈ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની સામે લંડન હાઈકોર્ટમાં પાછલા ૬ વર્ષથી આ કેસ લડી રહ્યા છે. બેંકે પહેલા જ આ રુપિયા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને પણ ભારત સરકારને ૨.૮ મિલિયન (લગભગ ૨૬ કરોડ રુપિયા) ચૂકવ્યા છે. આ ભારત દ્વારા લંડન હાઈકોર્ટમાં આ કેસ પર આવેલા ખર્ચની ૬૫ ટકા રકમ છે. બાકી બચેલી રકમ જે ભારતે ભરી છે, તેના પર હજુ વાતચીત ચાલી રહી છે. લંડનમાં એક ડિપ્લોમેટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, ખબર એવી છે કે પાકિસ્તાને તમામ રુપિયા ચૂકવી દીધા છે.

૮મા નિઝામના વકીલ ટીઓઆઈ સાથે વાતચીતમાં પુષ્ટી કરીને જણાવવામાં આવ્યું કે તેમના કલાયન્ટ પોતાના ભાગના રુપિયા અને કેસ લડવાનો ૬૫ ટકા ખર્ચ પણ મળી ગયો છે. જણાવી દઈએ કે ભારતને મળેલા ૩૫ મિલિયન (૩૨૫ કરોડ રુપિયા) ઘણી મોટી રકમ માનવામાં આવી રહી છે. હવે આ રુપિયા નવી દિલ્હીને મોકલવામાં આવશે.

૭૦ વર્ષ જૂનો વિવાદ ૧ મિલિયન પાઉન્ડ અને ૧ ગિન્નીનો છે જે ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮એ હૈદરાબાદ સરકારને તત્કાલિન નાણામંત્રી મોઈન નવાઝ જંગને મોકલ્યા. જે પછી રુપિયા હૈદરાબાદ રાજયના તત્કાલિન નાણામંત્રીએ બ્રિટનમાં તત્કાલિન પાકિસ્તાની હાઈ કમિશનર હબીબ ઈબ્રાહિમ રહીમટૂલાને ટ્રાન્સફર કર્યા. આ દ્યટના હૈદરાબાદને પોતાના કબજામાં લેવાના સમય બની. ત્યારથી અત્યાર સુધીમાં આ રકમ ૩૫ મિલિયન પાઉન્ડ થઈ ગઈ છે. ભારતે આ રુપિયા પર એવું કહીને દાવો માડ્યો કે ૧૯૬૫માં નિઝામે આ રુપિયા ભારતને સોંપ્યા હતા.

(4:06 pm IST)