મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

કોરોના ઇમ્પેકટ : ભારતમાં મોબાઇલનું ઉત્પાદન ઠપ્પ થઇ શકે છે

શાઓમી-એપલ જેવી કંપનીઓના સ્પેરપાર્ટ્સનો સ્ટોક હવે ખલાસ થવા લાગ્યો છે

નવી દિલ્હી, તા. ૧૪ :  ચીનમાં કોરોના વાઇરસે હાહાકાર ચીનના ઉદ્યોગધંધા ઠપ થઇ જતા હવે ભારતમાં મોબાઇલ ઇન્ડસ્ટ્રી વિપરીત રીતે પ્રભાવિત થઇ શકે છે. ચીનથી ભારતમાં આયાત થતા મોબાઇલના સ્પેરપાર્ટસ અને એસેસરીઝનો પુરવઠો પ્રભાવિત થઇ શકે છે તેના કારણે ભારતમા઼ મોબાઇલનું ઉત્પાદન બંધ થઇ શકે છે. શાઓમી અને એપલ ાઇફોન જેવી કંપનીના પાર્ટ્સનો સ્ટોક હવે ખલાસ થવા લાગ્યો છે અને તેથી આગામી કેટલાક અઠવાડિયા સુધી મોબાઇલ હેન્ડસેટનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.

ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલકટ્રોનિકસ એસોસિએશન (આઇસીસીએ)ના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું હતું કે સ્ટોક ખલાસ થવાના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. કોમ્પોનન્ટ અને ચીનની કનેકશન ઇન્ડસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે બેટરી અને કેટલાક કેમેરા મોડયુલ વિયેતનામમાં બને છ. જયારે ડિસ્પ્લે અને કનેકટ ચીનમાં બનાવાય છે. તેથી ભારતમાં મોબાઇલનું ઉત્પાદન ઠપ થઇ શકે છે.

(4:03 pm IST)