મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

કામધેનુ આયોગની બોર્ડ મીટીંગ

રાષ્‍ટ્રીય કામધેનુ આયોગનાં માધ્‍યમથી સમગ્ર રાષ્‍ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસના કાર્ય અંગે ગૌવંશના સ્‍વાવલંબન અંગે વિસ્‍તૃત કાર્ય થઇ રહ્યું છે. રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્‍યક્ષ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય કામધેનુ આયોગની ૪ થી બોર્ડ મીટીંગ દિલ્‍હી ખાતે યોજાઇ હતી. આ મીટીંગમાં અતુલ ચર્તુવેદી (આઇ.એ.એસ., સેક્રેટરી, પશુપાલન વિભાગ અને વાઇસ ચેરમેન, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ), ડો. ઓ. પી. ચૌધરી (જોઇન્‍ટ સેક્રેટરી, પશુપાલન વિભાગ અને મેમ્‍બર સેક્રેટરી, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ), રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના વરિષ્‍ઠ સદસ્‍ય સુનીલ માનસીંઘકા, હુકમચંદ્ર સાવલા, ડો. સી. બાલચંદ્રન (વાઇસ ચાન્‍સેલર, તામીલનાડુ વેટરનરી અને એનીમલ યુનિવર્સિટી), ડો. એમ. એસ. ચૌહાણ (ડાયરેકટર, નેશનલ ડેરી રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ, કરનાલ, હરીયાણા), કે. પી. સીંઘ (વાઇસ ચાન્‍સેલર, સી.સી.એસ. હરીયાણા એગ્રીકલ્‍ચર યુનિવર્સિટી), ડો. પુલીનચંદ્ર દાસ (ડાયરેકટર, પશુપાલન વિભાગ, આસામ) અને વિવિધ રાજયોના ગૌસેવા આયોગના અધ્‍યક્ષ અને યુનિવર્સિટીઓના અધીકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. વિસ્‍તૃત ચર્ચાને અંતે મેઇક ઇન ઇન્‍ડિયા, હેલ્‍ધી ઇન્‍ડિયા, કલીન ઇન્‍ડિયા, ડીઝીટલ ઇન્‍ડિયા, સ્‍ટાર્ટઅપ્‍સ ઇન્‍ડિયા સહિતના પ્રકલ્‍પોમાં ગૌમાતાને જોડી સમગ્ર રાષ્‍ટ્રનું કલ્‍યાણ કરવા અંગે દ્રઢ નિર્ધાર વ્‍યકત કરાયો હતો. વિવિધ પ્રેઝન્‍ટેશન પણ રજૂ કરાયા હતાં.

 

 

(3:48 pm IST)