મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા વચ્ચે નવા CMD તરીકે રાજીવ બંસલની નિમણુંક

અશ્વની લોહાનીની એક વર્ષની મુદત પૂરી થતા રાજીવ બંસલને નવા સીએમડી નિયુક્ત કરાયા

નવી દિલ્હી : એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા વચ્ચે તેની કમાન રાજીવ બંસલને સોંપવામાં આવી છે. ભારતીય પ્રશાસનિક સેવાના વરિષ્ઠ અધિકારી રાજીવ બંસલને ઍયર ઈન્ડીયાના નવા સીએમડી નિયુક્ત કારાયા છે. તે પણ એ સમયે કે જ્યારે ઍયર ઈન્ડિયા વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઍયર ઈન્ડીયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) અશ્વની લોહાનીની એક વર્ષની મુદત પૂરી થતા રાજીવ બંસલને નવા સીએમડી નિયુક્ત કરાયા છે.

1988ની બેચના નાગાલેંડ કેડરના આઈએએસ અધિકારી બંસલ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં અધિક સચીવ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઍયર ઈન્ડીયા પર હજારો કરોડનું દેવું છે. જેમાં વિમાનોમી ખરીદી અને કાર્યકારી મૂડીની ખરીદી માટે લાંબા ગાળાની લોન જેવો કારણો જવાબદાર છે

(2:16 pm IST)