મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

હવે Paytmથી પેમેન્ટ કરવું વધુ આસાન : ઓલ-ઈન-વન ઓપ્શન લોન્ચ કરાયું

પેટીએમ ફોર બિઝનેસ એપ નાના અને મોટા બિઝનેસમેન માટે પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવ્યું

નવી દિલ્હી : ડિઝિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમએ પેમેન્ટ માટે એક નવી ટેક્નોલોજી કાઢી છે જેથી વેપારીની સુવિધા વધારી શકાય. કંપનીએ ઓલ-ઈન-વન પીઓએસ ડિવાઈસ, ક્યૂઆર, પેટીએમ ફોર બિઝનેસ અને પેટીએમ બિઝનેસ ખાતાને રજૂ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે પેટીએમ નાના અને મોટા બિઝનેસ બન્નેને પેમેન્ટની સુવિધા આપે છે. હજી સુધી પેટીએમ લગભગ 1 કરોડ 60 લાખ પાર્ટનર્સ સાથે જોડાયેલું છે.

  પેટીએમ ફોર બિઝનેસ એપ નાના અને મોટા બિઝનેસમેન માટે પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવે છે. તેના દ્વારા ડિજીટલ પેમેન્ટ તમારે અપનાવીને આ એપ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ, UPI એડ્રેસ અને પેટીએમ વોલેટમાં બ્લક પેમેન્ટ અને ટ્રેકિંગ કરી શકાય છે. આ B2B and B2C બન્ને પ્રકારના પેમેન્ટને સરળ બનાવે છે. તેના દ્વારા વેન્ડર્સ, કર્મચારીઓના ભથ્થા અને રિવોર્ડ અથવા રિફન્ડનું પેમેન્ટ કરવામાં આવી શકે છે

(1:27 pm IST)