મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાયવર જશવિંદર સિંઘને 1 વર્ષની જેલ : ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડ્યા

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાયવર 30 વર્ષીય જશવિંદર સિંઘને ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાના આરોપસર 1 વર્ષની જેલસજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ તેણે જાન્યુઆરી 2019 થી 20 મે 2019 દરમિયાન 7 વિદેશી મૂળના નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવ્યો હતો જે નાણાંની લાલચે કામ કરાયું હતું કારણકે તે જાણતો હતો કે આ લોકો ગેરકાયદે અમેરિકામાં આવેલા છે જે તેની કોર્ટ સમક્ષ કબૂલાતને ધ્યાને લઇ ઉપરોક્ત સજા ફરમાવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:30 pm IST)