મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

દેશમાં ફિલ્મ નિહાળનારાઓની સંખ્યા વધી

મુંબઈ, તા. ૧૪ :. ગયા વર્ષે ભારતીયોએ ૧૦૯૪૮ કરોડ રૂપિયા ખર્ચ કરી ૧૦૦ કરોડથી વધુની ટીકીટો ખરીદી છે. આ ૨૦૧૮ની સરખામણીમાં ૧૧.૬ ટકા વધુ છે. એ વર્ષે ભારતીયોએ ૯૮૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરી ૯૪.૫ કરોડ ટીકીટો ખરીદી હતી. ૨૦૧૯માં વેચાયેલી કુલ ટીકીટોમાંથી એકતૃત્યાંશ ટીકીટો હિન્દી ફિલ્મોની, ૧૯ ટકા તામીલ ફિલ્મોની અને ૧૮ ટકા તેલુગુ ફિલ્મોની હતી. તે પછી સૌથી વધુ હોલીવુડ અને મલયાલમ ફિલ્મોની ટીકીટો વેચાઈ હતી. ટીકીટોની સરેરાશ વેચાણ કિંમત વધી હોવા છતા વધુ લોકો ફિલ્મ જોવા ગયા હતા.

(11:29 am IST)