મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

દેશના ૬૬% લોકોને તેમનું ઘર ચલાવવામાં પડી રહ્યા છે ફાંફા

૭૨% ભારતીયોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શાસન દરમિયાન ફુગાવો વધ્‍યો છે અને તેને લીધે સામાન્‍ય લોકોની સમસ્‍યાઓ પણ વધી છે

નવી દિલ્‍હી, તા.૧૪: ૭૨% ભારતીયોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શાસન દરમિયાન ફુગાવો વધ્‍યો છે અને તેને લીધે સામાન્‍ય લોકોની સમસ્‍યાઓ પણ વધી છે. ૪૦% ભારતીયો માને છે કે ફુગાવાના કારણે તેમના જીવનની ગુણવત્તા પર નકારાત્‍મક અસર પડી છે. ૬૫.૮% કહે છે કે હવે તેમના માટે તેમના દૈનિક ખર્ચને સંભાળવું મુશ્‍કેલ છે. ૨૦૧૪ માં, UPA ના સમયે ૬૫.૯% લોકોએ આ વાત કહી હતી જયારે ૨૦૧૫માં આ સંખ્‍યા ૪૬.૧ ટકા હતી. સામાન્‍ય બજેટ પૂર્વે, INS-C વોટરે જાન્‍યુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં ૪૨૯૨ લોકો વચ્‍ચે એક સરવે કર્યો હતો. મોંદ્યવારી, સામાન્‍ય માણસ, ખર્ચ અંગે પ્રશ્નો કર્યા હતા. સરવે અનુસાર, ૪૮% ભારતીયો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્‍ય માણસનું જીવન બરબાદ થયું છે.

માસિક આવકઃ બજેટ પૂર્વેના સરવેથી બહાર આવ્‍યું છે કે લોકો તેમની અપેક્ષાઓ અને આશાઓ કરતા ઓછું મેળવી રહ્યા છે અને આટલી ઓછી આવક પણ તેમના માટે પૂરતી છે. સરવેક્ષણમાં આવેલા ૫૧.૫્રુ લોકો માને છે કે ૨૦ હજારની માસિક આવક પણ તેમના માટે પૂરતી છે. ૨૦૧૯માં ૫૦.૨% લોકોનો આ અભિપ્રાય હતો. આ સરવેમાં, ૨૩.૬્રુ માને છે કે ૪ લોકોના કુટુંબ માટે ૨૦-૩૦ હજારની વચ્‍ચે આવક જરૂરી છે.

આવકવેરોઃ ૧ ફેબ્રુઆરીએ આવતા બજેટને લઈને લોકોને આવકવેરાની મુક્‍તિની સૌથી અપેક્ષા છે. મોટાભાગના માને છે કે ૪.૩ લાખ સુધીની આવક કરમુક્‍ત હોવી જોઈએ જેથી તેઓ તેમના પરિવાર માટે સામાન્‍ય જીવન જીવી શકે. હાલમાં વાર્ષિક ૨.૫ લાખની આવકને કરમુક્‍ત રાખવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષોથી એવી માગ કરવામાં આવી રહી છે કે કર મુક્‍તિ ૪ લાખ / વર્ષથી ઓછી ન હોવી જોઈએ.

સામાન્‍ય નાગરિકઃ૪૮.૪% લોકો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્‍ય માણસનું જીવનધોરણ બગડ્‍યું છે. ૨૦૧૫માં થયેલા સમાન સર્વેક્ષણમાં, ૨૪.૬% લોકોએ સમાન અભિપ્રાય આપ્‍યો હતો. જાન્‍યુઆરી ૨૦૨૦ના સરવેમાં, ૨૮.૮% લોકો માને છે કે સામાન્‍ય માણસનું જીવન સુધર્યું છે. ૨૦૧૫માં કરવામાં આવેલા આવા જ સરવેમાં ૩૯.૩% લોકોએ કહ્યું હતું કે સામાન્‍ય માણસનું જીવન સુધર્યું છે. ૨૧.૩% ને લાગ્‍યું કે કોઈ ફેરફાર થયો નથી અને ૧.૪% એ કહ્યું કે તેઓ જાણતા નથી અથવા કશું કહી શકતા નથી.

(11:27 am IST)