મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

બેન્‍કોને લોનની મૂળ રકમ ચૂકવવા તૈયાર છું: માલ્‍યા

ગઈકાલે કોર્ટ પહોંચેલા માલ્‍યાએ બેન્‍કોને બે હાથ જોડી વિનંતી કરી

લંડન, તા. ૧૪ :. દારૂના વેપારી વિજય માલ્‍યાએ ફરી એક વખત કહ્યુ છે કે, હું ભારતીય બેન્‍કોને મૂળ લોનની રકમ પરત કરવા માટે તૈયાર છું. ભારત પ્રત્‍યર્પિત કરવાની વિરૂદ્ધ પોતાની અપીલ પર સુનાવણીના અંતિમ દિવસે એટલે કે ગઈકાલે માલ્‍યાએ કહ્યુ હતુ કે સીબીઆઈ અને ઈડી મારી સાથે જે કંઈ કરી રહ્યા છે તે અયોગ્‍ય છે.

માલ્‍યાએ કહ્યુ હતુ કે હું હાથ જોડીને ભારતીય બેન્‍કોને અરજ કરૂ છું કે તેઓ પોતાની લોનની ૧૦૦ ટકા મૂળ રકમ પરત પાછી લઈ લ્‍યે. માલ્‍યા ગઈકાલે રોયલ કોર્ટ ઓફ જસ્‍ટીસ પહોંચ્‍યો હતો. માલ્‍યા ઉપર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડીનો આરોપ છે. તેણે બેન્‍કો પાસેથી લીધેલી લોન ચુકવી નથી.

(11:19 am IST)