મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

રાહુલ ગાંધી ફરી બનશે કોંગ્રેસ અધ્યક્ષ

પક્ષ માર્ચના અંતમાં અથવા એપ્રિલમાં અધિવેશન બોલાવશે

નવી દિલ્હી તા. ૧૩ : રાહુલ ગાંધી માર્ચના અંતમાં અથવા ફરી એપ્રિલમાં બીજીવાર કોંગ્રેસ અધ્યક્ષ બનશે. પક્ષ નેતૃત્વ એ તેને રિલોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ખરાબ સ્વાસ્થ્યના લીધે સક્રિય રાજનીતિથી દુર છે. એવામાં કોંગ્રેસ રાહુલની તાજપોશી માટે પક્ષ અધિવેશન બોલાવશે. એવી સંભાવનાઓ છે કે આ દરમિયાન રાહુલ ગાંધીના નામ પર મુહર લગાવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કરારી હાર માટે સંપૂર્ણ રીતે જવાબદાર છું. તેથી તેમના પદથી રાજીનામુ આપી રહ્યો છું. સીડબલ્યુસીની બેઠકને બોલાવીને નવા અધ્યક્ષની ચૂંટણી કરવી જોઇએ. પક્ષ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશી ડિસેમ્બર ૨૦૧૭માં થઇ હતી.

રાહુલ ગાંધીના પક્ષ અધ્યક્ષ પદથી રાજીનામા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ બનાવામાં આવ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટિના ૧૧ ઓગસ્ટે દિલ્હીમાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. પ્રથમ સોનિયા ગાંધીએ પણ તેનાથી ઇન્કાર કરી દીધો હતો પરંતુ વરિષ્ઠ નેતાઓની અપીલ બાદ તેઓ જવાબદારી સંભાળવા તૈયાર થયા.

(12:00 am IST)