મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

AAPનો મોટો દાવો :ચૂંટણી જીત્યા બાદ 24 કલાકમાં 10 લાખ લોકો પાર્ટી સાથે જોડાયા

આપે રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રના વિકાસ માટે લોકોને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

 

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનો દિલ્હી વિધાનસભામાં જીત મેળવવાની સાથે ગોલ્ડન સમય શરૂ થયો છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટીએ 62 બેઠકો જીતી લીધી છે અને ત્રીજી વખત સત્તામાં આવી છે. પાર્ટીએ કહ્યું છે કે ધમાકેદાર જીત બાદ એક દિવસમાં 10 લાખથી વધુ લોકો AAPમાં જોડાયા છે.

  જાહેર થયેલા પરિણામ બાદ જ પાર્ટી ઓફિસ પર એક બેનર લગાવ્યું હતું જેની પર રાષ્ટ્રનિર્માણ માટે લોકોને AAPમાં જોડાવા માટે એક મોબાઇલ નંબર પર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

   એક ટ્વીટમાં AAPએ કહ્યું કે, અમારા ભવ્ય વિજયના 24 કલાકમાં 10 લાખથી વધુ લોકો AAPમાં જોડાયા છે. AAP એ રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્ર નિર્માણ, રાષ્ટ્રના વિકાસ માટે લોકોને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

  અરવિંદ કેજરીવાલ દ્વારા 2012માં સ્થપાયેલી આમ આદમી પાર્ટીએ 2015 ની ચૂંટણીમાં કોંગ્રેસને દિલ્હી વિધાનસભા નકશામાંથી કાઢી નાખી હતી અને આ વખતે તે જાળવી રાખ્યું છે. AAPની કોંગ્રેસની પાછલી શીલા દીક્ષિત સરકાર સામે એન્ટી ઇન્કમ્બંસી લહેર પર સવાર થઇને સત્તા પર આવી હતી. હવે, દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ પાસે શૂન્ય બેઠકો છે.

(1:00 am IST)