મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

જ્યાં સુધી સરકારનો ફાઈનલ જવાબ નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : દિનેશ બાંભણિયા

સરકારની બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક: સીએમને માહિતગાર કરવાનું આશ્વાસન

 

અમદાવાદ : અનામતના આટાપાટામાં અટવાયેલી સરકારે આજે બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક કરી છે. આ બેઠક તો બેથી અઢી કલાક બાદ પૂર્ણ થઈ હતી બેઠક અંગે શુક્રવારે સીએમ વિજયભાઈ રૂપાણીને માહિતગાર કરવાનું નક્કી થયુ છે. બિન અનામત વર્ગના વિવિધ આગેવાનોએ નીતિન પટેલ અને પ્રદિપસિંહ તેમજ સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમજ તમામ સમાજના લોકોને લાભ મળે તેની રજૂઆત કરી છે.

જોકે, ડેપ્યુટી સીએમ અને પ્રદીપસિંહ જાડેજા સીએમ રૂપાણીને આજની બેઠક અંગે માહિતગાર કરશે. દિનેશ બાંભણિયાએ જ્યાં સુધી ફાઈનલ જવાબ નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ બેઠક બાદ કહ્યુ છે.

અંદાજે બે કલાકથી બેઠક ચાલી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક ચાલી હતી .નીતિન પટેલ પહોંચ્યા બાદ પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી,જે બાદ બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક શરૂ કરવામાં આવી.

 આ બેઠકમાં ભરત રાવલ, એ.કે. પટેલ, રાજ શેખાવત, પૂર્વીન પટેલ,અમિત દવે,દિનેશ બાંભણીયા રમજૂભા જાડેજા અને યજ્ઞેશ દવે છે. બિન સચિવાલય પરીક્ષાનો વિવાદ હતો તેમાં પણ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવનારા રમજૂબા જાડેજાને પણ સરકારે આ વખતે મધ્યસ્થી તરીકે સાથે રાખ્યા હતા આ બેઠકમાં આંદોલન કરી રહેલી મહિલાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું.

(12:20 am IST)