મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

CAA-NRCની જાણકારી મેળવવા મોદી સરકાર કરે છે બેંક-પોસ્ટઓફિસનો ઉપયોગઃ મમતા બેનર્જીનો આક્ષેપ

રાજ્ય સરકારની મંજૂરી વિના આમ નહીં કરી શકે. કોઇને પણ કોઇપણ પ્રકારની માહિતી ન આપો

 

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન તેમણે  આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રની મોદી સરકાર CAA, NRC અને NPRમાં હેરાફેરી કરવાના ઉદ્દેશ્યથી તેમના રાજ્યની જાણકારી મેળવવા રાષ્ટ્રીયકૃત બેંકો અને પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરી રહી છે

 . અધિકારીઓના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ અહીં એક પ્રશાસનિક બેઠકને સંબોધતા આ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે CAA-NRC જેવાના સર્વેક્ષણો તરત જ રોકવા જોઇએ.

 તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની અનુમતિ વિના સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, બેંકો અને પોસ્ટ ઓફિસો BJPનું નામ લીધા વિના આમ કરી રહી છે. તેઓ સર્વેક્ષણ કરવા ઘરે ઘરે જઇ રહ્યાં છે. તેઓ રાજ્ય સરકારની મંજૂરી વિના આમ નહીં કરી શકે. કોઇને પણ કોઇપણ પ્રકારની માહિતી ન આપો.

  તેમણે રાજ્યના ટોચના અધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે, અમે તેની પરવાનગી નહીં આપીએ. આપણે કડકાઇથી તેને પાર પાડવું પડશે. તેમણે ઉત્તર 24 પરગણા જિલ્લાની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમા BJPના કાર્યકર્તાઓનું એક ટોળું એક જ્વેલરીની દુકાનમાં ગયું અને ત્યાં કથિતરૂપે CAA-NRCના સંબંધમાં જાણકારી માંગી હતી. મમતા બેનર્જીએ આવા લોકોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એવા લોકોથી દૂર રહો. જો તેઓ તમને કહે કે તેઓ સરકાર તરફથી છે તો તેમના પર વિશ્વાસ ન કરો.

(12:15 am IST)