મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

સીએએ વિરૂદ્ધ શ્રી અકાલ તખ્ત સાહિબ પહોંચ્યા મુસ્લિમ રહનુમાઃ જત્યેદાર જલ્દી જારી કરી શકે છે હુકમનામા

સીએએના મુદા પર પંજાબના મુસલમાનો પછી હવે બીજા પ્રદેશોના મુસલમાનોએ પણ સર્વોચ્ચ શીખ ધાર્મિક સંસ્થા શ્રીઅકાલ તખ્ત સાહિબના જત્યેદારથી મુલાકાત કરી છે. દિલ્લી, કર્ણાટક, ઉતરપ્રદેશ, અને હરિયાણાના વરિષ્ઠ મુસ્લિમનેતાઓએ શ્રી અકાલતત સાહીબના જત્યેદાર જ્ઞાની હરપ્રિતસિંહને મળી સીએએ વિરૂદ્ધ એમની અને સમગ્ર શીખ સમુદાયની હિમાયત કરી.

પંજાબના મુસલમાનોએ એક શિષ્ટમંડલએ શ્રી સ્વર્ણમંદિર સાહિબના ગલિયારા બહાર જુમાની નમાજ અદા કર્યા પછી જત્યેદારથી સીએએના મામલામાં દખલની માંગ કરી હતી. એમનો આગ્રહ હતો કે પંથક મામલામા નિર્ણાયક  ભુમિકા અદાલ કરવાવાળા અકાલ તખ્ત સાહિબના જત્યેદાર આ બાબતે એક હુકમનામું  જાહેર કરે. વિશ્વભરના શીખ સમુદાયને સીએએ વિરૂદ્ધ વિરોધને સમર્થન આપવા હુકમ આપે.

 

(9:22 am IST)